મધ્યપ્રદેશના રતલામ થી પરિવાર સાથે રોજગારીની શોધમાં દસ દિવસ પહેલા જ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકા ખાતે આવેલ શ્રમજીવી પરિવારને સિમેન્ટની કંપનીમાં ઇંટો બનાવવાની રોજગારી અને રહેવા માટે છત મળી હતી ગતરોજ બપોરે જમવાનો સમય થતા મશીન બંધ કરી બે શ્રમજીવી નજીક ની કેનાલ માં નાહવા માટે જતા કેનાલના પાણીમાં ડુબી જતા કેનાલના પાણીમા તણાઇ ગયા હતા ફાયર લાશ્કરોએ બને શ્રમજીવીની શોધખોળ હાથ ધરતા હજુ સુધી ડૂબેલા બને શ્રમજીવી યુવકોનો કોઈ પતો લાગ્યો નથી
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશના રતલામ ખાતે કેસરપુરા ગામે રહેતા 25 વર્ષીય પ્રહલાદ રામચંન્દ્ર મહિડા અને તેમના પત્ની તેમજ 21 વર્ષીય શ્રમજીવી દિલીપ ગુરુભાઇ સિંગાડ દસ દિવસ પૂર્વે રોજગારીની તલાસમાં વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકા ખાતે આવ્યા હતા અને રવાલ ગામની સીમમાં આવેલ પેવર બ્લોક બનાવતી અજંતા વાઇબ્રો પ્રોડકસ ફેકટરીમાં મજૂરી કામ સાથે ફેક્ટરીમાં જ રહેવા માટે ઓરડી મળી હતી ગતરોજ પ્રહલાદ રામચંન્દ્ર મહિડા અને દિલીપ ગુફુભાઇ સિંગાડ બારેક વાગ્યે કામ પુરૂ થતા મશીન બંધ કરી નજીકની પસાર થતી વડોદરા બ્રાન્ચ કેનાલના પાણીમાં નહાવા માટે ગયા હતા દરમિયાન પ્રહલાદનો પગ લપસતાં તે ડૂબવા માંડયો હતો. તેને બચાવવા જતાં દિલીપ પણ કેનાલના ઉંડા પાણીમાં તણાઇ ડુબી ગયો હતો
પ્રહલાદભાઇ તથા દિલીપભાઇ સાથે આવેલ ગોલુભાઇ સુભાષભાઇ ભુરીયાએ બને ને ડુબતા જોયેલ બુમાબુમ કરતા ડુબી લોકટોળા કેનાલ પર દોડી આવેલ અને ફાયર બ્રિગેડને બનાવ અંગે જાણ કરતા વડોદરા ફાયર બ્રિગેડની ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર ટિમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને ફાયર લાશ્કરોએ રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી જોકે ત્રણ કલાકની ભારે શોધખોળ બાદ પણ ડૂબેલા યુવકોનો કોઈ પત્તો નહિં લાગતા અને સૂર્યાસ્ત થઇ જતાં અંધારું હોવાથી ફાયર લાશ્કરોએ કામગીરી અટકાવી હતી અને આજે ફરી થી લાપતા બને યુવકોની શોધખોળ હાથ ધરી છે. ઘટના ના પગલે વાઘોડિયા પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી