વડોદરા શહેરમાં સબંધીના ઘરે મરણ પ્રંસગમાં હાજરી આપવા જતા સુરતના હીરા ઘસવાના કારીગરની મોટરસાયકલને કરજણ તાલુકાના પોર ગામના જુના બ્રીજ પર અજાણ્યા ટ્રક ચાલકે ટક્કર મારતા હીરા ઘસતા કારીગર હવામા ફંગોળાઈ નીચે પટકાતા ટ્રકના તોંતિગ પૈડાં તેમની પર ચડી જતા તેમનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું વરણામા પોલીસે અકસ્માત સર્જી ફરાર થઇ ગયેલ અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના વરાછા ખાતે સંતોષનગર મારૂતી ચોકમાં રહેતા અને સુરત શહેરમા હીરા ઘસવાનુ કામ કરતા 61 વર્ષીય વિનુભા ઇભાદાભાઇ ડોબરીયા સુરતથી મોટર સાયકલ લઇ વડોદરા શહેરમા આવેલ અકોટા ખાતે રહેતા સબંધીના ઘરે અશુભ પ્રસંગમા હાજરી આપવા જઈ રહ્યા હતા વિનુભા ડોબરીયા કરજણ થી વડોદરા ને.હા. નંબર-48 પર પોર ગામના જુના બ્રીજ પર થી પસાર થઇ રહા હતા દરમિયાન પુરઝડપે આવી રહેલ ટ્રકે વિનુભાની મોટરસાયકલને ટક્કર મારતા તેઓ હવામાં ફંગોળાઈ ટ્રકના તોંતિગ પૈડાં નીચે આવી જતા ટ્રકના ટાયર તેમની પર ચઢી જતા તેમનું ઘટના સ્થળ ૫ર જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું
અકસ્માતના પગલે વરણામા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને વિનુભા ડોબરીયાના મૃતદેહનો કબ્જો લઇ મૃતદેહને પોર સરકારી દવાખાને પી.એમ અર્થે ખસેડી અકસ્માત સર્જનાર અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંઘી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરત રહેતા પરિવારજનોને જાણ થતા તેઓ પોર સરકારી હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પરિવારના મોભીનું મોત થતા પરિવારજનોના આક્રંદે હોસ્પિટલમાં સન્નાટો પાથરી દીધો હતો.