વડોદરા શહેર જિલ્લા સહીત કેટલાક વિસ્તારોમાં આગામી ચાર દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે ત્યારે શહેરમાં આજે વહેલી સવારથી જ વાદળીયા વાતાવરણ વચ્ચે સુરજદાદાની સંતાકૂકડીની રમત શરૂ થઈ છે અને સવારથી જ વાદળીયા વાતાવરણ વચ્ચે શહેરના સયાજીગંજ, રાવપુરા, કારેલીબાગ, હરણી, અલકાપુરી, ન્યાયમંદિર, માંડવી વાઘોડિયા રોડ, આજવા રોડ સહીત ના અનેક વિસ્તારો માં અવારનવાર વરસાદી ઝાપટા પડી રહ્યા છે પરિણામે રાહદારીઓ સહિત દ્વિચક્રી વાહનચાલકોને વરસાદમાં ભીંજાવાનો વખત આવ્યો છે જ્યારે કેટલાક દ્વિચક્રી વાહન ચાલકો આગોતરા આયોજન સંદર્ભે વરસાદથી ભીંજાતા બચવા રેઇનકોટ પહેરીને જ નીકળ્યા હતા
વડોદરા શહેર જીલ્લામાં આગામી 24 કલાકમાં છુટોછવાયો તથા ઝાપટારૂપે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે ત્યારે વડોદરા જિલ્લાના પાદરા, કરજણ, શિનોર, સાવલી, ડેસર, ડભોઇ, પોર સહીતના અનેક પંથકમાં ખેતીલાયક વરસાદ વરસતાં ધરતી પુત્રોમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ હતી અને ધરતી પુત્રો અને ખેત મજૂરો ખેતીકામમાં જોતરાઈ ગયા હતા ત્યારે કરજણ પંથકમાં ધરતી પુત્રો દ્ધારા મોટા પ્રમાણમાં કપાસનું વાવેતર કર્યું હોવાથી ખેતી લાયક વરસાદ વરસતા ખેતરમાં વાવેતર કરેલ કપાસના પાકને ખાતર નાખવાની કામગીરી શરૂ કરી હતી
મોસમનો અત્યાર સુધીનો વરસાદ વડોદરા શહેરમાં 288મીમી નોંધાયો છે જયારે વડોદરા જિલ્લાના સાવલી 160મીમી, વાઘોડીયા 75મીમી, ડભોઈ 174મીમી, પાદરા 255મીમી, કરજણ 195મીમી, શિનોર 202મીમી, ડેસર 174મીમી નોંધાયો છે