Gujarat

હાલોલ-વડોદરા રોડ પર એસટી બસનો અકસ્માત, મુસાફરોને સામાન્ય ઈજા

Published

on

હાલોલ-વડોદરા રોડ, વાઘોડિયા, જરોદ નર્મદા કેનાલ નજીક,રાજપીપળાથી દાહોદ જતી એસટી બસનો અકસ્માત

  • એસટી બસચાલકે આગળ ચાલી રહેલા વાહનને પાછળથી ટક્કર મારી
  • બસમાં સવાર મુસાફરોને સામાન્ય ઈજા, તમામને સારવાર માટે ખસેડવામાં આવ્યા.
  • બસના આગળના ભાગને નુકસાન બહાર આવ્યું,મોટી જાનહાની ન થઈ,સ્થાનિક લોકોમાં રોષ અને નારાજગી

વડોદરા જિલ્લામાં હાલોલ-વડોદરા રોડ પર એક એસટી બસે આગળ જઈ રહેલા વાહનને પાછળથી ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનાના કારણે સ્થળ પર અવરજવર થોડીવાર માટે ખોરવાઈ ગઈ હતી.

માહિતી મુજબ, રાજપીપળાથી દાહોદ જતી આ એસટી બસ વાઘોડિયા તાલુકાના જરોદ નજીક નર્મદા કેનાલ પાસે પહોંચી ત્યારે બસ ચાલકનું નિયંત્રણ છૂટી જતા આગળના વાહન સાથે અથડામણ થઈ હતી. ઘટનામાં બસના આગળના ભાગને નુકસાન પહોંચ્યું છે, જ્યારે બસમાં સવાર મુસાફરોને સામાન્ય ઈજા થઈ હતી.

ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સદનસીબે ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ નથી. આ અકસ્માત બાદ મુસાફરો તેમજ સ્થાનિકોમાં નારાજગીનો માહોલ જોવા મળ્યો હતો. પોલીસ દ્વારા અકસ્માતની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

Trending

Exit mobile version