Vadodara
કોર્પોરેશનના ટેન્કરમાંથી ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપી પાડતી SOG પોલીસ
Published
7 hours agoon
- પાલિકાના ટેન્કરમાંથી ડીઝલ ચોરીને તેનો જથ્થો કારબામાં કઢાતો હતો : મુદ્દામાલ સાથે બેની અટકાયત
કોર્પોરેશનની ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરવાનું કૌભાંડ શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ના અધિકારીઓએ ઝડપી પાડ્યું હતું. જેમાં બાલાજી સિક્યુરિટીના ફરજ બજાવતા બે કર્મચારીની સંડોવણી બહાર આવતા તેઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
કોર્પોરેશન સંચાલિત વ્હિકલ પુલ વિભાગમાંથી અદ્યતન સાધનો વડે કામગીરી થતી હોય છે. તેના માટે વર્ષોથી પેટ્રોલ અને ડીઝલ પંપ ચલાવવામાં આવે છે. કોર્પોરેશન સંચાલિત વિવિધ વાહનોમાં વ્હિકલ પૂલમાંથી પેટ્રોલ-ડીઝલ ભરી આપવામાં આવે છે. પરંતુ કોન્ટ્રાક્ટના કેટલાક ડ્રાઇવરો અને સિક્યુરિટીના કર્મચારીઓ વાહન બહાર નીકળ્યા બાદ તેમાંથી પેટ્રોલ, ડીઝલની ચોરી કરતા હોવાના અનેકવાર કિસ્સા બહાર આવ્યા હતા. તે બાદ ગઈકાલે ફરી એકવાર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓને મળેલી બાતમીના આધારે ગોલ્ડન ચોકડી પાસે ગોદામમાં કોર્પોરેશન હસ્તકની ટેન્કર રાખવામાં આવી હતી અને તેમાંથી ડીઝલની ચોરી કરવામાં આવી રહી હોવાનું ઝડપી પાડ્યું હતું.
એસઓજીના અધિકારીઓએ તપાસ કરતા કોર્પોરેશનના ડ્રેનેજ સફાઈની કામગીરી કરતા જેટિંગ મશીનની ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરવામાં આવતી હોવાનું જણાઈ આવ્યું હતું.પોલીસે હાથ ધરેલી તપાસમાં બાલાજી સિક્યોરિટી પ્રાઇવેટ લિમિટેડનો અને કોન્ટ્રાક્ટમાં છેલ્લા છ વર્ષથી ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા બે કર્મચારી ડીઝલ ચોરી કરી બારોબાર વેચાણ કરી દેતા હોવાનું જણાય આવ્યું છે.પોલીસે ડ્રાયવર આરીફ અને અન્ય એક ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
કોર્પોરેશનની ટેન્કરમાંથી ડીઝલ ચોરી કરવાનું કૌભાંડ પોલીસ વિભાગના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારીઓ દ્વારા ઝડપી પાડ્યું હતું.વ્હીકલપુલ વિભાગ વિભાગ તેની કામગીરી માટે અત્યંત બદનામ છે. આ વિભાગમાં ઘણા સમયથી કેટલાક ચોરો અને દુષણ કર્મચારીઓનો અડ્ડો બન્યો છે ઉચ્ચ અધિકારીઓની અનઆવડત અને બિનજવાબદાર વલણના કારણે વ્હીકલપુલ વિભાગમાં દિવસે ને દિવસે કૌભાંડોનો સિલસિલો વધતો જાય છે.
આ અંગે વારંવાર તંત્રને ફરિયાદ મળે છે પરંતુ ઉચ્ચ અધિકારીઓ કે બેજવાબદાર નેતાઓ તે અંગે કોઈપણ કાર્યવાહી કરતા નથી અને ઇરાદાપૂર્વક આખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. વિભાગના અધિકારીઓ અને નેતાઓનું અહીં ચાવતા કોભાન્ડ સામે ઇરાદાપૂર્વકનું કૂણું વલણ કેમ છે? એવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. જે કામ કોર્પોરેશન કરી શકતું હતું તે કામ પોલીસ તંત્રએ કરી બતાવ્યું છે. ત્યારે વ્હીકલપુલ વિભાગમાં થતી કામગીરી ફરી એકવાર ચર્ચાની એરણે છે.
You may like
-
સમા-સાવલી રોડ પરની પિત્ઝા શોપ આગની લપેટમાં આવી
-
પોલો ગ્રાઉન્ડ નજીકની સોસાયટીમાં તસ્કરોના આંટાફેરાએ ચિંતા વધારી
-
પ્રકાશના પર્વમાં વધુ પ્રમાણમાં ફટાકડા ફૂટતા શહેરમાં પ્રદૂષણની માત્રા જોખમીસ્તરે પહોંચી
-
જરોદ: દારૂની પેટીઓ સાથે ઉભેલી કાર પોલીસે જપ્ત કરી, 2.5 લાખનો મુદ્દામાલ મળ્યો
-
દિવાળીના દિવસે જિલ્લા પોલીસના હેડક્વાર્ટરની મુલાકાત લેતા રાજ્યના DGP
-
અંધેર નગરીમાં ગંડુ રાજાઓ બેફામ: નંદેસરીના ખાનગી ઉદ્યોગમાં રાત્રીના અંધારામાં ગેરકાયદે માટી પૂરાણ!