Vadodara

વડોદરામાં તસ્કરોનો આતંક: ચાર દિવસમાં એક જ સોસાયટીમાં બીજી વાર તાળા તૂટ્યા

Published

on

રોકડ, સોના ચાંદી સહીત લાખોની ચોરી કરી તસ્કરો ફરાર પોલીસના રાત્રી પેટ્રોલીંગ પર ઉઠ્યા અનેક સવાલ

વડોદરા શહેર માં દિન પ્રતિ દિન તસ્કરો નો આતંક વધી રહ્યો છે અને તસ્કરો બેખોફ બની પોલીસ ને પડકાર ફેંકતા હોય તે રીતે એક પછી એક ચોરી ની વારદાત ને અંજામ આપી પોલીસ ના રાત્રી પેટ્રોલિંગ ના ઘજાગરા ઉડાવી રહ્યા છે ત્યારે તસ્કરો એ ભાયલી ખાતે વધુ એક બંધ મકાનને નિશાન બનાવી તાળું તોડી તિજોરી માંથી રોકડ રકમ તેમજ સોના ચાંદી ઘરેણાં સહીત લાખો રૂપિયાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા જોકે માત્ર ચાર દિવસ માં એક સોસાયટી માં તસ્કરો એ બીજીવાર ચોરીની વારદાત ને અંજામ આપતા રહીશો એ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા

વડોદરા શહેરના છેવાડે આવેલ ભાયલી ખાતે સાપ્રંત રેસીડેન્સીમાં પરિવાર સાથે રહેતા 49 વર્ષીય કૌશિકભાઈ અભેસિંહ રાઠોડ વાગડ ઈન્ફ્રા પ્રોજેકટસ લીમીટેડમાં ફરજ બજાવે છે ગત તા. 23 જૂન ના રોજ કૌશિકભાઈ કામ અર્થે સુરત ખાતે ગયા હતા અને તેમના પત્ની ઉષાબેન તેમજ દીકરો જયરાજસિંહ બાંસવાડા રાજસ્થાન ખાતે ગયા હતા તે દરમિયાન અજાણ્યા તસ્કરો એ કૌશિકભાઈના બંધ મકાન ને નિશાન બનાવી મુખ્ય દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશી રૂમ માં મુકેલ તિજોરીનું પણ તાળું તોડી તિજોરી માં પડેલ રોકડ રકમ તેમજ સોના ચાંદીની લાખોની કિંમત ની ચીજવસ્તુ લઇ ફરાર થઇ ગયા હતા

કૌશિકભાઈ સુરત ખાતે હતો તે વખતે તેમના પડોશી અશોકભાઈ જેઠવાએ કૌશિકભાઈને ફોન કરી જાણવ્યું હતું કે, તમારા ઘરનો મુખ્ય દરવાજો તૂટેલો છે અને મકાનમાં ચોરી થઇ હોવાની લાગી રહ્યું છે જેથી કૌશિકભાઈ સુરત ખાતેથી વડોદરા ખાતે દોડી આવ્યા હતા ઘરે આવી જોતા ઘરનો મુખ્ય દરવાજો કોઈ તીક્ષ્ણ હથિયાર વડે તોડી નાખ્યો હતો જેથી ઘરમાં જય તપાસ કરતા ઘરમાં બધો સામાન વેરવિખેર હાલત માં પડ્યો હતો અને બેડરૂમમાં મુકેલ તીજોરી પણ કોઈ તીક્ષ્ણ હથિયાર વડે તોડી તેમાં મુકેલ રોકડ રૂ. એક લાખ, રૂ. 87,000 ની દોઢેક તોલા ની ગુરૂ ગ્રહના નંગની બનાવેલ વિંટી તથા વીંટીમાં જડાવેલ 50 હજારની કિંમતનો ગુરૂ નો નંગ, પાંચ ગ્રામની 29,000ની કિંમતની એક જોડ સોનાની બુટ્ટી તેમજ દિકરાની સગાઇ માં મળેલ રૂ.15,000 ની કિંમત નું ચાંદીનુ એક નારીયેલ સહીત કુલ રૂ.2,81,000 ની ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા જે અંગે કૌશિકભાઈએ તાલુકા પોલીસ મથક માં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version