Vadodara

શર્મસાર વડોદરા: પોતાની જ બહેનની બહેનપણીને નરાધમે પીંખી નાખી, માંજલપુર પોલીસ મથકે લોકોના ટોળા ઉમટ્યા

Published

on

  • માંજલપુર હચમચી ગયું: સગી બહેનની બહેનપણીને જ શિકાર બનાવતો નરાધમ ભાઈ; ઇદ પહેલા આચર્યું હતું ખરાબ કૃત્ય.
  • વીડિયોએ ખોલી પોલ: નરાધમે મિત્રને વીડિયો બતાવ્યો ને ભાંડો ફૂટ્યો; મિત્રએ ભોગ બનનારના પરિવારને કરી જાણ.
  • પોલીસ એક્શન: માંજલપુર પોલીસે નરાધમ શખ્સની કરી અટકાયત; મેળા જેવી ભીડ પોલીસ મથકે ઉમટી.
  • સમાજમાં રોષ: માસૂમ સગીરા સાથેની આ દરિંદગીને પગલે રહીશોમાં ભારે આક્રોશ.

વડોદરા: સંસ્કારી નગરી વડોદરાના માંજલપુર વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક નરાધમ યુવકે પોતાની જ સગી બહેનની 12 વર્ષની માસૂમ બહેનપણી પર દુષ્કર્મ આચર્યું હોવાનું બહાર આવ્યું છે. આ સમગ્ર મામલો ત્યારે ઉજાગર થયો જ્યારે આરોપીએ પોતે ઉતારેલો વીડિયો તેના એક મિત્રને બતાવ્યો હતો.

👇ઘટનાની વિગત:

શહેરના એક વિસ્તારમાં રહેતી 12 વર્ષીય સગીરા અવારનવાર મહોલ્લામાં રહેતી તેની બહેનપણીના ઘરે જતી હતી. આ દરમિયાન તે બહેનપણીના ભાઈના સંપર્કમાં આવી હતી. ઇદના તહેવાર પહેલા આ શખ્સે માસૂમ સગીરાને પોતાની જાળમાં ફસાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને આ ઘૃણાસ્પદ કૃત્યનો મોબાઈલમાં વીડિયો પણ ઉતારી લીધો હતો.

🧐આવી રીતે ફૂટ્યો ભાંડો:

ઘટનાના ઘણા દિવસો બાદ આરોપીએ આ વીડિયો તેના એક મિત્રને બતાવ્યો હતો. વીડિયો જોનાર મિત્ર તરત જ ઓળખી ગયો હતો કે આ સગીરા તો તેના જ એક ઓળખીતાની બહેન છે. તેણે તાત્કાલિક ભોગ બનનાર સગીરાના ભાઈને આ કરતૂત વિશે જાણ કરી હતી. પરિવારે દીકરીની પૂછપરછ કરતા સમગ્ર હકીકત સામે આવી હતી, જેના પગલે પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

🚨પોલીસ કાર્યવાહી:

ભોગ બનનાર પરિવાર તરત જ માંજલપુર પોલીસ મથકે પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાની જાણ થતા જ સમાજના લોકો મોટી સંખ્યામાં પોલીસ મથકે એકઠા થઈ ગયા હતા અને આરોપી સામે કડક પગલાંની માંગ કરી હતી. માંજલપુર પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા નરાધમ શખ્સની અટકાયત કરી લીધી છે અને પોક્સો (POCSO) સહિતની કલમો હેઠળ આગળની તપાસ હાથ ધરી છે.

🫵દીકરીઓ સુરક્ષિત ક્યાં? જ્યારે પોતાની જ બહેનપણીનો ભાઈ ભક્ષક બને ત્યારે સમાજ માટે આ ચિંતાનો વિષય છે.એક તરફ દેશ ‘બેટી બચાવો, બેટી પઢાવો’ના ગર્જનાભર્યા નારાઓથી ગુંજી રહ્યો છે, અને બીજી તરફ માસૂમ દીકરીઓ સાથેની દરિંદગીના બનાવો દેશભરમાં હચમચાવી રહ્યા છે. આ બે વિરોધાભાસી ચિત્રો વચ્ચે ઊભો થતો સૌથી મોટો પ્રશ્ન એ છે કે, જ્યારે કોઈ દીકરી સાથે આવો અમાનવીય બનાવ બને છે, ત્યારે સત્તાના સિંહાસન પર બેઠેલા લોકો ચુપી કેમ સાધે છે?

Trending

Exit mobile version