Vadodara

અમિતનગર બ્રિજ પાસે ગંભીર અકસ્માત: 16 વર્ષના સગીરે હોન્ડા સિટી કારથી દંપતી અને 15 મહિનાના બાળક સહિત 5ને ફંગોળ્યા.

Published

on

વડોદરામાં રક્ષિત કાંડ જેવી જ ઘટના: સગીર નબીરાએ હોન્ડા સિટીથી સર્જ્યો ગંભીર અકસ્માત.

  • આઇસક્રીમ ખાવા નીકળેલી સફર દંપતી અને માસૂમ બાળક માટે કાળ બની, 5 લોકો ઘાયલ.
  • અમિતનગર સર્કલ પાસે બેફામ દોડતી કાર ટેમ્પા સાથે અથડાઈ, ઉશ્કેરાયેલા ટોળાએ કારમાં કરી તોડફોડ.
  • પોલીસ કોન્સ્ટેબલની બાઈક પણ ટોળાનો શિકાર બની; સગીર ચાલકની અટકાયત.

“વડોદરામાં ફરી એકવાર નબીરાઓના બેફામ ડ્રાઇવિંગે નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂક્યા છે. મોડી રાત્રે અમિતનગર સર્કલ પાસે એક 16 વર્ષનો સગીર પોતાની હોન્ડા સિટી કાર લઈને આઇસક્રીમ ખાવા નીકળ્યો હતો, પરંતુ તેની આ મજા અન્ય પરિવારો માટે સજા બની ગઈ હતી.”

📍ઘટનાની વિગત:

“પુરઝડપે આવી રહેલી કારે માર્ગ પર જઈ રહેલા 3 થી 4 વાહનોને અડફેટે લીધા હતા. એક તરફ 15 મહિનાના માસૂમ બાળક સાથે જઈ રહેલું દંપતી આ અકસ્માતનો ભોગ બન્યું, તો બીજી તરફ એક્ટિવા પર સવાર માતા-પુત્રને પણ ગંભીર ઇજાઓ પહોંચી છે. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કાર છેલ્લે અમિતનગર બ્રિજ નીચે ઉભેલા એક ટેમ્પા સાથે અથડાઈને અટકી હતી.”

🧐સ્થાનિકોનો રોષ:

“અકસ્માત બાદ સ્થળ પર હાજર લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો. લોકોએ સગીર ચાલકને પકડીને મેથીપાક ચખાડ્યો હતો અને તેની કારમાં ભારે તોડફોડ કરી હતી. પરિસ્થિતિ એટલી તંગ બની હતી કે ઘટનાસ્થળે પહોંચેલા હરણી પોલીસના કોન્સ્ટેબલની બાઈકને પણ ઉશ્કેરાયેલા ટોળાએ નિશાન બનાવી તોડી નાખી હતી.”

🚨પોલીસ કાર્યવાહી:

“હાલમાં પોલીસે સગીર ચાલકની અટકાયત કરી છે. પ્રાથમિક અહેવાલ મુજબ તેને કારેલીબાગ અથવા હરણી પોલીસ સ્ટેશન લઈ જઈ પૂછપરછ શરૂ કરવામાં આવી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.”

👉”હોળીના તહેવારને હજુ ગણતરીના દિવસો જ થયા છે અને વડોદરામાં ફરી એકવાર ‘રક્ષિત કાંડ’ જેવી ઘટનાનું પુનરાવર્તન થતા રહી ગયું છે. ત્યારે સવાલ એ ઉઠે છે કે શું વાલીઓ પોતાના સગીર બાળકોના હાથમાં વાહન આપીને બીજાના જીવ જોખમમાં મૂકી રહ્યા છે?”

Trending

Exit mobile version