Vadodara

શક્તિપીઠ પાવાગઢના પગથીયા દુધે ધોવાયા હોય તેવા દ્રશ્યો સર્જાયા

Published

on

  • ભારે વરસાદને કારણે પાવાગઢના પગથીયા પર પાણીનો ધોધ વહેતા આલ્હાદક દ્રશ્યો સામે આવ્યા
  • વરસાદને કારણે રોપવે બંધ કરાયો હોવા છતાય ભક્તોની ભક્તિમાં ઓટ આવી નથી .

વડોદરા શહેર નજીક યાત્રાધામ પાવાગઢની યાત્રા વધુ રમણીય થઇ જાય છે. ચોમાસામાં ખાસ કરીને જયારે અહી વરસાદ બાદ લીલોતરી છવાઈ જાય છે. પાવાગઢ યાત્રાધામમાં લાખો ભાવિક ભક્તો રોજ અહી મુલાકાત લે છે. શક્તિપીઠ પૈકીના પાવાગઢ યાત્રાધામમાં ભાર ચોમાસે પણ ભક્તોનું ઘોડાપુર રોકાયું નથી.

આજે પાવાગઢમાં ધોધમાર વરસાદ વરસતા માતાજીના મંદિર તરફ જતી સીડીઓમાં પાણી ખળખળ વહેતું નજરે ચઢ્યું હતું. જાણે પગથીયા દુધે ધોવાતા હોય તેમ દ્રશ્યો સર્જાતા ભક્તોએ આ અદ્ભુત દ્રશ્યો મોબાઈલમાં કંડાર્યા હતા.

હાલ વરસાદી વાતાવરણ વચ્ચે પાવાગઢમાં યાત્રીઓ માટે ચાલતી ઉડન ખટોલા રોપવે સેવા બંધ રાખવામાં આવી છે. જેના કારણે ભક્તો પગથીયે થઈને મહાકાળી માતાના મંદિરે દર્શન માટે પહોચી રહ્યા છે. વરસાદી વાતાવરણમાં માતાજીના દર્શન અને કુદરતી દ્રશ્યો નિહાળવા માટે મોટી સંખ્યામાં ભક્તો અહિયાં આવી રહ્યા છે. ત્યારે આજે ભારે વરસાદને કારણે પાવાગઢના પગથીયા કુદરતી વોટરફોલમાં ફેરવાઈ ગયા હતા. જે નજારાનો ભક્તોએ આનંદ માણ્યો હતો.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version