Savli

સાવલીમાં SMC ના દરોડા, રૂ. 39 લાખનો વિદેશી દારૂ જપ્ત, 19 વોન્ટેડ

Published

on

  • સ્થળે દરોડાના પગલે નાસભાગ મચી જવા પામી છે. ઉપરોક્ત કાર્યવાહીમાં વિદેશી દારૂ સહિત કુલ રૂ. 82.97 લાખનો મુદ્દામાલ જપ્ત
  • વડોદરા ગ્રામ્યમાં SMC ના દરોડા
  • દારૂના કટીંગ ટાણે જ ટીમ ત્રાટકતા નાસભાગ મચી
  • બે ને દબોચી લેવાયા, અન્ય 19 વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે

વડોદરા ગ્રામ્યમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. બાતમીના આધારે સાવલી પાણીની ટાંકી પાસે મુન્ના જયસ્વાલના ઘર સામે ખુલ્લી જગ્યામાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. જેમાં રૂ. 39 લાખનો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. સાથે જ રૂ. 48.80 લાખની કિંમતા 12 વાહનો તથા રૂ. 10 હજારની કિંમતના 2 મોબાઇલને જપ્ત કરવામાં આવ્યા છે. તથા રૂ. 4 હજારની કિંમતની ભૂસાની બેગ મળી આવી છે. કુલ મળને રૂ. 82.97 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યા છે. આ મામલે બે આરોપીઓને ધરપકડ કરવામાં આવી છે. જ્યારે 19 ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સ્ટેટ મોનીટરીંગ સેલના દરોડાને પગલે સ્થાનિક પોલીસ ઉંઘતી ઝડપાઇ છે.

Advertisement

વડોદરા ગ્રામ્યમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમોના દરોડામાં મોટી સફળતા મળી છે. ટીમે બાતમીના આધારે સાવલી પાણીની ટાંકી પાસે મુન્ના જયસ્વાલના ઘર સામે ખુલ્લી જગ્યામાં દરોડા પાડ્યા છે. આ સ્થળે દરોડાના પગલે નાસભાગ મચી જવા પામી છે. ઉપરોક્ત કાર્યવાહીમાં વિદેશી દારૂ સહિત કુલ મળીને રૂ. 82.97 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં વિશાલ રાજુભાઇ માળી અને વિઠ્ઠલભાઇ રવજીભાઇ માળી (બંને (રહે. સાવલી પાણીની ટાંકી સામે, સાવલી, વડોદરા)) ને દબોચી લીધા છે. જ્યારે અન્ય 19 ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

Advertisement

ઉપરોક્ત કાર્યવાહીમાં દારૂનો જથ્થો મંગાવનાર અને કટીંગ કરાવનાર મુખ્ય આરોપી ધવલ ઉર્ફે મુન્નો સુભાષ જયસ્વાલ, સાગર સુભાષભાઇ જયસ્વાલ (બંને રહે. સાવલી પાણીની ટાંકી સામે, સાવલી, વડોદરા), કટીંગ કરાવનાર કમલેશ રમણભાઇ માળી (રહે. ભાદરવા ચોકડી, સાવલી), ભાવેશ નટુભાઇ માળી, દારૂનો જથ્થો ઘરે સાચવનાર રાહુલ નટુભાઇ માળી, નિલેશ વિઠ્ઠલભાઇ માળી, દારૂનો જથ્થો ઉતારનાર કિશન વિજયભાઇ માળી (તમામ રહે. સાવલી પાણીની ટાંકી સામે, સાવલી, વડોદરા) તથા અન્ય આઇસર, ટેમ્પો, SUV, કાર, ટુ વ્હીલર, બાઇક ચાલક, સહિત 19 ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ઉપરોક્ત મામલે સાવલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે આ મામલે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Trending

Exit mobile version