વડોદરા શહેર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદને કારણે ઠેર ઠેર ખાડાઓ પડી જવા પામ્યા છે જેમાં સાવલી નગર નજીક ભાટપુરા રોડ પર ખાડાઓને કારણે આજે એક આઇસર ટેમ્પો પલટી થઈ જવાની ઘટના બનવા પામી છે.
Advertisement
અસહ્ય ઉકડાટ બાદ વડોદરા શહેર જિલ્લામાં મેઘરાજાની મહેર થવા પામી છે જેમાં શહેર જિલ્લામાં સર્વત્ર ખૂબ સારો વરસાદ છેલ્લા ત્રણ દિવસથી નોંધાયો છે. આ વરસાદને કારણે તંત્રની પોલ પણ ખુલી જવા પામી છે.
વડોદરા જિલ્લાના સાવલી નગર નજીક ભાટપુરા રોડ ઉપર વરસાદને કારણે પડેલા રોડ પરના મોટા ખાડાઓમાં આઇસર ટેમ્પો ફસાતા પલટી ખાઈ ગયો હતો. પ્રિમોન્સૂન કામગીરીમાં નગરપાલિકાએ ઉતારેલી વેઠના કારણે વાહન ચાલકોને સહન કરવાનો વારો આવ્યો છે.
અકસ્માતમાં ટેમ્પો ચાલક નો આબાદ બચાવ થયો છે જો કે ખરાબ રસ્તાને કારણે નગરપાલિકા સત્તાધીશો વિરુદ્ધ રાહદારીઓમાં રોષ જોવા મળ્યો હતો