રોકડ અને સોનું ગુમાવ્યા:ફરિયાદીએ 75,000 રોકડા અને 58,500નો સોનાનો દોરો આપ્યો હતો.
પોલીસ તપાસ:ડેસર પોલીસ દ્વારા BNS ની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ શરૂ.
અગાઉના ગુના:આરોપી સંજય સોની સામે અગાઉ પણ છેતરપિંડીના આરોપો અને ફરિયાદો નોંધાઈ હોવાની ચર્ચા.
ડેસર/વડોદરા: વડોદરા જિલ્લાના ડેસરમાં સોની વેપારી દ્વારા વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. સોનાનો સેટ બનાવી આપવાના બહાને એક વ્યક્તિ પાસેથી રોકડ અને સોનાનો દોરો મેળવ્યા બાદ સોની વેપારીએ કામ પણ ન કર્યું અને વસ્તુઓ પણ પરત ન કરતા આખરે ભોગ બનનારે ડેસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
❓શું છે સમગ્ર મામલો?
ફરિયાદ મુજબ, આરોપી સંજયભાઈ ચંપકલાલ સોનીએ સોનાનો સેટ બનાવી આપવાની લાલચ આપી હતી. આ કામ માટે તેણે ફરિયાદી પાસેથી 75,000 રૂપિયા રોકડા અને 58,500 રૂપિયાની કિંમતનો સોનાનો દોરો એમ કુલ 1.33 લાખથી વધુની મિલકત મેળવી હતી. જોકે, લાંબો સમય વીતવા છતાં આરોપીએ ન તો સેટ તૈયાર કરી આપ્યો, કે ન તો લીધેલી રોકડ અને સોનું પરત કર્યું.
👮પોલીસ કાર્યવાહી:
ભોગ બનનારની ફરિયાદના આધારે ડેસર પોલીસે આરોપી સંજયભાઈ ચંપકલાલ સોની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 316(2) અને 318(4) હેઠળ ગુનો નોંધીને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાથમિક તપાસમાં એવી માહિતી સામે આવી છે કે આ સોની વેપારી સામે અગાઉ પણ છેતરપિંડીની અન્ય ફરિયાદો નોંધાઈ ચૂકી છે. હાલ પોલીસ આરોપીની સઘન શોધખોળ કરી રહી છે, પરંતુ હજુ સુધી તેની ધરપકડ થઈ શકી નથી.