સાવલી તાલુકાના ગુતરડી-3 ગામમાં એક મકાન માંથી SOG પોલીસે ગાંજાના જથ્થા સાથે ઈસમની ધરપકડ કરી આરોપી અગાઉ પણ ગાંજાનું વેચાણ કરતા ઝડપાયો હતો
મિશન ક્લીન અંતર્ગત પોલીસ દ્વારા નાર્કોટિક્સના ગુના શોધી કાઢવા તથા શહેરને નશામુક્ત કરવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવી છે જે અંતર્ગત વડોદરા ગ્રામ્ય SOG પોલીસે બાતમી ના આધારે ડેસર પોલીસ મથકના હદ વિસ્તારમાં આવેલ સાવલી તાલુકાના ગુતરડી-3 ગામના રાવળ વગામાં દરોડો પાડી રહેતા એક મકાન માંથી 5 કિલો 900 ગ્રામ નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થા સાથે એક આધેડ વયના ઈસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર મિશન ક્લીન અંતર્ગત પોલીસ દ્વારા નાર્કોટિક્સના ગુના શોધી કાઢવા તથા શહેરને નશામુક્ત કરવા માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સૂચના આપવામાં આવતા એસ.ઓ.જી.ની અલગ-અલગ ટીમો બનાવી વડોદરા ગ્રામ્ય જીલ્લામાં પેટ્રોલીંગની કામગીરી હતા તે દરમ્યાન એસ.ઓ.જી. ટીમને બાતમી મળેલ કે, સાવલી તાલુકાના ગુતરડી-3 ગામના રાવળ વગામાં રહેતો અને અગાઉ એન.ડી.પી.એસ. એકટના ગુનામાં પકડાયેલ આરોપી લક્ષ્મણભાઇ ચીમનભાઇ રાવળ પોતાના રહેણાંક મકાનમાં નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના જથ્થાનું વેચાણ કરી રહ્યો છે.
જે બાતમીના આધારે એસ.ઓ.જી. ટીમે સાવલી તાલુકાના ગુતરડી-3 ગામના રાવળ વગામાં રહેતા લક્ષ્મણભાઇ ચીમનભાઇ રાવળના રહેણાંક મકાનમાં રેઇડ કરી તપાસ કરતા તેના મકાનમાંથી રૂપિયા 59 હજારની કિંમતનો 5 કિલો 900 ગ્રામ નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાનો જથ્થો મળી આવતા પોલીસે લક્ષ્મણભાઇ ચીમનભાઇ રાવળની ધરપકડ કરી તેના વિરુદ્ધ ડેસર પોલીસ મથક ખાતે NDPS Act હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.