Savli

ડો.હેમાંગ જોષીના નામની જાહેરાત થતા કેતન ઇનામદાર સમર્થકોમાં રોષ,સી.આર પાટીલ વિશે પણ ટિપ્પણીઓ કરી

Published

on

વડોદરા લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રંજનબેન ભટ્ટ નો વિરોધ થતા ભાજપે ઉમેદવાર બદલવાની જરૂર પડી હતી. રંજનબેન ભટ્ટે જાતે જ ચૂંટણી લડવાની ઈચ્છા નથી તેવી જાહેરાત કરતા ગત રોજ ભાજપના ઉમેદવારોની પાંચમી યાદીમાં વડોદરાના નવા ઉમેદવાર તરીકે ડો.હેમાંગ જોષીના નામની જાહેરાત કરવામાં આવી હતી.

માત્ર 33 વર્ષની વયે લોકસભાની દાવેદારી મળતા ડો.હેમાંગ જોષીના નામથી સૌ કોઈ ચોંકી ઉઠયા હતા. RSSની પસંદગી હોવાની વાત જાહેર થતા જ સૌ કોઈએ આ નામને વધાવી લીધું હતું. જોકે સાવલી વિધાનસભા આ કેતન ઇનામદાર સમર્થકોએ અસંતોષ વ્યક્ત કર્યો હતો. I Support Ketan Bhai Inamdar નામના ગ્રૂપમાં કેતન ઇનામદારના સમર્થકોએ જાહેરમાં ઉમેદવાર ડો.હેમાંગ જોષીનો વિરોધ વ્યક્ત કર્યો હતો. એટલેથી નહિ અટકીને પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ વિરુદ્ધ પણ લખાણો લખ્યા હતા.

મહત્વની વાત એ છે કે,જે વોટ્સએપ ગ્રુપની ચેટ વાયરલ થઈ છે તે ગ્રુપમાં સાવલી ધારાસભ્ય કેતન ઇનામદાર શામેલ નથી. આ ગ્રૂપ તેઓના નજીકના સમર્થકોનું ગ્રૂપ છે.તેઓ એમ પણ લખે છે કે, ભાજપને મત કેતન ઇનામદારને કારણે મળે છે.

Advertisement

Advertisement

Trending

Exit mobile version