વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના અમરાપુરા ગામે મહીસાગર નદીમાં ડૂબી જવાથી વડોદરા શહેરના રહેવાસી બે વ્યક્તિઓના મોત નિપજ્યા છે. જ્યારે સ્થાનિક તરવૈયાઓ તેમજ એનડીઆરએફની ટીમ દ્વારા ડૂબી ગયેલા બંને મૃતકોના મૃતદેહ બહાર કાઢ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સાવલી તાલુકાના અમરાપુરા ગામે પસાર થતી મહીસાગર નદીમાં ગોઠડા ગામે સગાઈના પ્રસંગ માટે આવેલા વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં રહેતા વિક્રમસિંહ ચૌહાણ તેમજ સુગરાબેન ગરાસીયા મહીસાગર નદીમાં નાહવા માટે ગયા હતા. આ દરમિયાન તેઓ નદીમાં ડૂબી જવાની ઘટના બની હતી.
પ્રતિષ્ઠિત પર્યટક સ્થળ લાંછનપુર ખાતે મહીસાગર નદીમાં નાહવા જવા પર પ્રતિબંધ હોવાને કારણે તેઓ અમરાપુરા ગામ ખાતે જઈને મહીસાગર નદીમાં નાહવા માટે ઉતર્યા હતા. જ્યાં નદીમાં વધુ ઊંડાઈમાં પહોંચી જતા તેઓ ડૂબી ગયા હતા સ્થાનિક ગ્રામજનોએ બંનેને ડૂબતા જોઈને બચાવવા માટે વહેતા પાણીમાં તરવૈયાઓ ફુદી પડ્યા હતા જોકે, તરવૈયાઓ તેઓને બચાવે તે પહેલા જ ડૂબી જવાથી તેઓનું મોત નીચું હતું સ્થાનિક તરવૈયાઓ એ વિક્રમસિંહ ચૌહાણ ના મૃત દેને બહાર કાઢ્યો હતો જ્યારે સુગરાબેન ગરાસિયાના મૃતદેહને શોધી કાઢવા માટે એનડીઆરએફના ટીમની મદદ લેવામાં આવી હતી
પ્રાથમિક માહિતી પ્રમાણે બંને મૃતકો વડોદરા શહેરના પ્રતાપ નગર વિસ્તારમાં રહેતા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે ગોઠડા ગામે સગાઈના પ્રસંગે આવ્યા હતા અને ત્યાંથી લાંછનપુર ખાતે મહિસાગર નદીમાં નાહવા માટે ગયા હતા. જોકે ત્યાં નદીમાં પર્યટકોને નાહવા પર પ્રતિબંધ હોવાને કારણે તેઓએ અન્ય રસ્તો શોધીને નજીકમાં અમરાપુરા ગામે જઈને નદીમાં ઝંપલાવ્યું હતું.