Gujarat

આંગણવાડી બહેનોનું સરકારને અલ્ટીમેટમ! બજેટમાં વેતન વધારો નહીં તો 12 ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાલ

Published

on

ગુજરાતમાં ફરી એકવાર આંદોલનના ભણકારા વાગી રહ્યા છે. આંગણવાડી કર્મચારી સંગઠનોએ આજે કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થઈને પોતાની પડતર માંગણીઓ મુદ્દે લેખિત રજૂઆત કરી છે. “કામ વધારે પણ પગાર ઓછો” ના નારા સાથે બહેનોએ સરકારને ચેતવણી આપી છે કે જો આગામી બજેટમાં તેમના હિતમાં નિર્ણય નહીં લેવાય, તો સમગ્ર દેશની આંગણવાડીઓને તાળા લાગી જશે.

📍કલેક્ટર કચેરીએ હલ્લાબોલ:

ગુજરાત રાજ્ય આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રમુખ મકરાણીની આગેવાની હેઠળ આજે સેંકડો આંગણવાડી કાર્યકરો કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. બહેનોએ ચીટનીશને આવેદનપત્ર આપી પોતાની વેદના રજૂ કરી હતી. આંગણવાડી કર્મચારીઓનું કહેવું છે કે મોંઘવારી આસમાને છે ત્યારે તેમનું વર્તમાન માનદ વેતન પાયમાલ કરી રહ્યું છે.

👇શું છે મુખ્ય માંગણીઓ?

  • વેતન વધારો: મોંઘવારીને ધ્યાનમાં રાખી માનદ વેતનને બદલે સન્માનજનક પગાર આપવામાં આવે.
  • કાયમી દરજ્જો: વર્ષોથી સેવા આપતા કર્મીઓને કાયમી કરી પેન્શન અને સામાજિક સુરક્ષા આપવામાં આવે.
  • કામનું ભારણ: પોષણ, આરોગ્ય, ચૂંટણી અને ડિજિટલ રિપોર્ટિંગના વધારાના કામોનું ભારણ ઘટાડવામાં આવે.

🧐ઓરમાયુ વર્તન બંધ કરો:

સંગઠનના પ્રમુખે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, બાળકોના પોષણ અને મહિલા આરોગ્યમાં આંગણવાડી બહેનો પાયાની ભૂમિકા ભજવે છે, છતાં સરકાર તેમની સતત અવગણના કરી રહી છે. સરકારના વિવિધ સર્વેથી લઈને ચૂંટણીલક્ષી કામગીરીમાં પણ આંગણવાડી બહેનોને જોતરવામાં આવે છે, જેમના કારણે તેમનું શારીરિક અને માનસિક દબાણ વધ્યું છે.

⚠️હડતાલની ચીમકી

​આંગણવાડી કાર્યકરોએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે:

  • ​જો ફેબ્રુઆરીના બજેટમાં વેતન વધારા અંગે સકારાત્મક નિર્ણય નહીં લેવાય તો…
  • 12 ફેબ્રુઆરીએ ગુજરાત સહિત સમગ્ર દેશમાં ‘દેશવ્યાપી હડતાલ’ પાડવામાં આવશે.
  • ​આ હડતાલ દરમિયાન તમામ આંગણવાડી સેવાઓ બંધ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

🫵બજેટ પહેલા આંગણવાડી બહેનોના આ આક્રોશથી સરકાર દબાણમાં આવશે કે કેમ? અને શું 12 ફેબ્રુઆરીની હડતાલ ટળી શકશે? તે જોવાનું રહ્યું.

Trending

Exit mobile version