Vadodara

વડોદરાની ખોરાક શાખાની ટિમ દ્વારા લેવામાં આવેલ મરચું પાવડર, કુલ્ફી તેમજ પનીરના સહિતના નમૂના ફેલ જતા વેપારીઓમાં ફફડાટ

Published

on



વડોદરા મહાનગરપાલિકાની ખોરાક શાખાની દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી મરી – મસાલાના વેચાણ કરતા વિક્રેતાઓથી લઈને પેકેજડ ડ્રીંકીંગ વોટર સહીત આઈસ્ક્રીમનું વેચાણ કરતા ડીસ્ટ્રીબ્યુટર, રિટેલર સહીત રેસ્ટોરન્ટમાં ચેકીંગ કરવામાં આવ્યું હતું. જે દરમિયાન લેવામાં આવેલ અખાદ્ય પદાર્થમાં કેટલાક નમૂના ફેલ જાહેર થતા વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.

Advertisement

આરોગ્ય વિભાગની ફુડ ટેસ્ટિંગ ટિમ દ્વારા શહેરના રાજમહેલ રોડ, કારેલીબાગ, સુભાનપુરા, માંજલપુર, મકરપુરા, હાથીખાના, વી.આઈ.પી. રોડ, સેવાસી, નિઝામપુરા, ગોરવા સહિતની જગ્યાએ ડીસ્ટ્રીબ્યુટર, રિટેલર સહીત નાની દુકાનો થી માંડીને ઉત્પાદકો, રેસ્ટોરન્ટમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જે દરમિયાન શંકાસ્પદ ખાદ્યતેલ, મરચું પાવડર, કુલ્ફી, આઈસક્રીમ, પનીર તેમજ પેકેજડ ડ્રીંકીંગ વોટર મળી કુલ 10 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા.

આ તમામ નમૂનાને ફતેગંજ લેબોરેટરી ખાતેના કરાયેલા પૃથ્થકરણ પ્રમાણે રીપોર્ટમાં આમાંના કેટલાક નમૂના અપ્રમાણસર જાહેર કરવામાં આવ્યા છે. જેમાં 1 નમુનો અનસેફ જયારે 9 નમુનાઓ સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયા છે. અને હવે ફુડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ અન્વયે જે તે જવાબદાર વેપારીઓની સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

Advertisement

Trending

Exit mobile version