- શકીલ પાસેથી ગાંજો, એક્ટીવા, મોબાઇલ, રોકડા, ઇલેક્ટ્રીક વજન કાંટો, અને બેગ મળી આવ્યા, જેની કિંમત રૂ. 50,810 આંકવામાં આવી
વડોદરા જિલ્લામાં નશાખોરી ડામવા માટે ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ના જવાનો દ્વારા સઘન વોચ રાખવામાં આવે છે. તાજેતરમાં વડોદરા ગ્રામ્યમાં આવતા કરજણ પોલીસ મથક માં એસઓજીની ટીમો પેટ્રોલીંગમાં હતી. દરમિયાન ગાંજા સાથે એક શખ્સને પકડી પાડવામાં સફળતા મળી છે. આ મામલે કરજણ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. અને આ મામલાની તપાસ શિનોર પોલીસ મથકના પીઆઇ કરી રહ્યા છે. આ મામલે એકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્યને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
વડોદરા જિલ્લામાં નશાખોરો પર લગામ કસવા માટે ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના જવાનો દ્વારા સતત પેટ્રોલીંગ કરવામાં આવે છે. દરમિયાન તાજેતરમાં ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમો કરજણ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તેવામાં ગાંજા સાથે એક શખ્સને પકડી પાડવામાં સફળતા મળી છે. કાર્યવાહીમાં શકીલભાઇ ઇલબાલભાઇ મલેક (ઉં. 30) (રહે. બ્રાહ્મણ ફળિયું, કણભા, કરજણ, વડોદરા) ની ધરકપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી આડધા લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ઉપરોક્ત મામલે ગાંજો આપનાર શખ્સ (સપ્લાયર) ને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. પકડાયેલા શકીલ પાસેથી પોલીસને ગાંજો, એક્ટીવા, મોબાઇલ, રોકડા, ઇલેક્ટ્રીક વજન કાંટો, અને બેગ મળી આવ્યા છે. જે તમામ મુદ્દામાલની કિંમત રૂ. 50,810 આંકવામાં આવી રહી છે. તે પૈકી ગાંજો 1.920 કિલો ગાંજાની કિંમત રૂ. 19,200 આંકવામાં આવી છે. આ મામલે કરજણ પોલીસ મથકમાં એનડીપીએસ એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. અને આ મામલાની તપાસ શિનોર પોલીસ મથક ના પીઆઇ કરી રહ્યા છે. આ મામલે એકની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્યને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.