Vadodara

નેટબેન્કિંગ પોઇન્ટના એક્સપાયરના મેસજ લિંક પરથી નિવૃત વ્યક્તિ છેતરાયો, ઠગબાજે એસબીઆઈ કસ્ટમર કેરના નામે લાખો પડાવી લીધા

Published

on

વડોદરા શહેરના માંજલપુરમાં રહેતા અને નિવૃત જીવન જીવતા સંતોષ ભાલચંદ્ર કરકરેએ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદ મુજબ, હું રિટાયર્ડ જીવન જીવી રહ્યો છું. મારા પર્સનલ નંબર પર વોટ્સએપ અને નેટબેન્કિંગ વાપરું છું.ગત તારીખ 18/01/24ના રોજ મારા મોબાઇલ નંબર ઉપર મેસેજ આવે છે કે તમારા એસ.બી.આઈના નેટબેકિંગના પોઇંટના રૂપિયા 8,464 એક્સપાયર થવાના છે તો તમે નીચેની લીંક ઉપર ક્લિક કરી પોઈટ રીડીમ કરો.

જેથી આપેલ લિંક ક્લિક કરી હતી અને ત્યારબાદ નેટબેકિંગના આઇ.ડી. અને પાસવર્ડ માંગ્યો હતો. જે મારો આઇડી અને પાસવર્ડ નાખ્યો હતો. ત્યારબાદ મારા મોબાઇલ નંબર ઉપર ઓ.ટી.પી નો મેસેજ આવે છે. અને ત્યારબાદ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવે છે અને તે ઓટીપી માટે એક કોલ આવે છે આ કોલ એસ બી આઈ લોગો વાળો આવે1છે અને ફરિયાદીને કહેવામાં આવે છે કે એસબીઆઈ કસ્ટમર કેરમાંથી વાત કરું છું. તમારા ખાતામાંથી કપાયેલ રકમ પરત કરવા માટે તમે ઓટીપી આપો તો મેં આપ્યો હતો.

Advertisement

ત્યારબાદ તમારા ખાતામાં પરત રકમ નાખવા માટે આ ફોન કરેલ છે તેમાં મને સહકાર આપશો. તે સમયે મે તેઓને પુછેલ કે રાત્રે 8 વાગે તમે બેંકમાંથી ફોન કેવી રીતે કરો છો.? તો તેઓએ જણાવેલ કે અમે સેન્ટ્રલાઇઝ ક્લીયરીંગ હાઉસ, મુબઇથી વાત કરીએ છે અને તેઓએ જણાવેલ કે તમારા એસ બી આઇ ના એકાઉટમાથી પૈસા ડેબીટ થઇ રહ્યા છે. જે અમોને અમારી સીસ્ટમમા દેખાઈ રહ્યુ છે. જે તમારા ખાતામાં પરત ક્રેડિટ કરવા માટે હુ જે સ્ટેપ જણાવું તે પ્રમાણે તમારે પ્રોસેસ કરવાની રહેશે. અને કોઈ ને પણ ઓ.ટી.પીના આપવા કહેવામ આવ્યું હતું જેથી મને વિશ્વાસ આવ્યો અને તેઓએ અમોને અમારા વોટ્સએપ નંબર ઉપર અપીકે મોકલેલ તે ડાઉનલોડ કરી હતી. બાદમાં જણાવેલ પ્રમાણે પ્રોસેસ કરી અને ઓટીપી આવતા ગયા તો સ્માઈથી કહેવાયું કે તમારું અકાઉન્ટ ટૂંક સમયમાં બ્લોક થઈ જશે જેનો મેસેજ અને ઇ-મેઈલ મળી જશે.

ત્યારબાદ અમોને તેઓએ પ્લે-સ્ટોર ઓપન કરવા જણાવેલ અને તેમાં PLAY PROTECT SETTINGS OFF કરવા જણાવેલ ત્યારબાદ તેઓએ અમારી પાસે અમારું ઈ-મેઇલ, જન્મતારીખ, માતાનુ નામ પુછેલ જે અમે તેઓને જણાવેલ તે દરમ્યાન પણ અમોને ઓ.ટી.પી આવતા હતા. જેથી અમોએ તેઓને જણાવેલ કે અમારુ એકાઉન્ટ બ્લોક થયેલ નથી. જેથી તેઓએ અમોને વોટ્સઅપ ઉપર મેસેજ કરેલ કે તમારુ એકાઉન્ટ બ્લોક થઇ ગયેલ છે અને ત્યારબાદ અમોને તેના ઉપર શંકા જતા અમે ફોન કટ કરી ત્યારબાદ મારા નેટ-બેંકીંગ માટેની એપ્લીકેશન ચેક કરતા અમારા બે એકાઉન્ટમાંથી વિવિધ ટ્રાન્જેક્શન થકી રૂપિયા 5,47,991 કપાઈ ગયા હતા. બાદમાં સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

Advertisement

Trending

Exit mobile version