🚂 આણંદ જિલ્લાના બોરસદ તાલુકા અને આંકલાવ તાલુકાના 40થી વધુ ગામોના લોકો માટે મોટા રાહતના સમાચાર છે. કોરોનાકાળમાં બંધ કરાયેલો બોરસદ-કઠાણા રેલવે રૂટ ફરી શરૂ કરી દેવાયો છે.
>વર્ષો પહેલાં અહીં બ્રોડગેજ લાઇન નખાયા બાદ રેલવે સેવા નિયમિત ચાલતી હતી, પરંતુ કોરોના મહામારી દરમિયાન રેલવે વિભાગે આ રૂટ બંધ કરી દીધો હતો. જેના કારણે રોજીંદા મુસાફરો, નોકરિયાતો અને વિદ્યાર્થીઓ ભારે હાલાકી ભોગવી રહ્યા હતા.
🛣️ ગંભીરા બ્રિજની અસર અને મુસાફરોની હાલાકી
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ આણંદ-વડોદરા વાહનવ્યવહાર પર વધેલો ભાર પણ આ રૂટના મુસાફરો માટે મોટી સમસ્યા હતી.
આ રૂટ બંધ થવાથી બોરસદ-આંકલાવ તાલુકાના 40થી વધુ ગામોના લોકોને સીધી અસર થઈ હતી.
અનેક રજૂઆતો છતાં આ રૂટ લાંબા સમય સુધી શરૂ ન થયો હતો.
✅ સાંસદ અને મંત્રીના પ્રયાસોથી અંતે મળી સફળતા સ્થાનિક લોકોની મુશ્કેલીઓ દૂર કરવા માટે સાંસદ મિતેષ પટેલ અને કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીના સક્રિય પ્રયાસોને કારણે હવે અંતે આ સમસ્યાનો ઉકેલ આવ્યો છે.
રવિવારે સવારે કઠાણા રેલવે સ્ટેશન પર ટ્રેનની શરૂઆતનો કાર્યક્રમ યોજાયો હતો.
સાંસદ મિતેષ પટેલ, કેબિનેટ મંત્રી, જિલ્લા ભાજપ પ્રમુખ સંજય પટેલ અને અન્ય અગ્રણીઓએ ટ્રેનને લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવ્યું હતું.
આ પ્રસંગે રેલવેના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
👉આ રેલવે સેવા ફરી શરૂ થવાથી આ વિસ્તારના હજારો લોકોને પરિવહનની મોટી સુવિધા મળશે અને તેમની રોજિંદી મુસાફરી સરળ બનશે.