Vadodara

‘નશો છોડો, જીવન જીવો’: ડ્રગ્સ વિરોધી અભિયાનમાં વડોદરાવાસીઓ જોડાયા, શહેર પોલીસની જનજાગૃતિ ઝુંબેશ

Published

on

  • જાગૃતિ રેલી: 26 જૂન આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે પોલીસ અને ફેથ ફાઉન્ડેશનનો સહયોગ.
  • પોલીસનું આક્રમક વલણ: ATS, SOG, ANTF ઉપરાંત હવે દરેક પોલીસ સ્ટેશનને ડ્રગ્સ સામે લડવાની જવાબદારી.
  • યુવાધન માટે રક્ષણ: ડ્રગ્સના દુષણમાંથી મુક્તિ મેળવવા શહેર પોલીસના વિશેષ પ્રયાસો.
  • લોકજાગૃતિ: નાગરિકોને નશાથી દૂર રહેવા અને પોલીસને સહકાર આપવા અપીલ.

વડોદરા: 26 જૂન એટલે કે ‘આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ’ નિમિત્તે આજે વડોદરા શહેર પોલીસ દ્વારા નશાના દુષણ સામે જંગ છેડવામાં આવ્યો છે. વડોદરાના કમાટીબાગ ખાતેથી એક ભવ્ય જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય હેતુ શહેરમાંથી ડ્રગ્સના દૂષણને જડમૂળથી દૂર કરવાનો છે.

🧐પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ રેલી:

શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમારના માર્ગદર્શન હેઠળ અને જોઈન્ટ પોલીસ કમિશનર નિલેશ જાજડિયાની આગેવાનીમાં યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ અને ફેથ ફાઉન્ડેશનના સ્વયંસેવકો જોડાયા હતા. રેલી દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ફરીને લોકોને ડ્રગ્સના ગંભીર પરિણામો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા અને નશાથી દૂર રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

👉ડ્રગ્સ વિરોધી અભિયાન વધુ સઘન:

હાલમાં સમગ્ર ગુજરાતમાં ડ્રગ્સના કેસો ડામવા માટે ATS, SOG અને ANTFની ટીમો યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. આ કામગીરીને વધુ વેગ આપવા માટે વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર દ્વારા શહેરના તમામ પોલીસ સ્ટેશનોને પણ સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. હવે દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં નશાના વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, જેથી નાગરિકો, ખાસ કરીને યુવાધન ડ્રગ્સની અસરમાંથી મુક્ત થઈ શકે.

🗣️જનભાગીદારી પર ભાર:

આ રેલીના માધ્યમથી વડોદરા પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે, ડ્રગ્સ જેવું દૂષણ નાબૂદ કરવા માટે માત્ર પોલીસ નહીં, પરંતુ સમાજે પણ જાગૃત થવાની જરૂર છે. કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિ જોવા મળે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જોઈએ. આગામી સમયમાં પણ પોલીસ દ્વારા નશા મુક્તિ માટેના વિવિધ કાર્યક્રમો અને કડક પેટ્રોલિંગ ચાલુ રહેશે.

Trending

Exit mobile version