Vadodara

વરણામા પોલીસે વિદેશી શરાબના ગોડાઉન પર દરોડો પાડ્યો,ગોડાઉનમાં હાજર મહિલાની પણ ધરપકડ

Published

on

વડોદરા શહેરના વરણામાં પોલીસે પોર રમણ ગામડી નજીક એક પ્લોટ માંથી વિદેશી શરાબનું ગોડાઉન ઝડપી પાડ્યું હતું જે ગોડાઉનમાંથી એક રીટા બુટલેગર અને મહિલાની ધરપકડ કરી શરાબનો જથ્થો મંગાવનાર અન્ય એક મહિલાને વોન્ટેડ જાહેર કરવામાં આવી હતી.

માહિતી અનુસાર વડોદરા નજીક વરણામાં પોલીસ મથકના સ્ટાફને બાતમી મળી હતી કે, માંજલપુર વિસ્તારમાં રહેતો વિનુભાઈ સનાભાઇ રાઠોડ વરણામાં પોલીસ મથકની હદમાં પોર રમણગામડી નજીક 182 નંબરના ગોડાઉનમાં વિદેશી શરાબનો જથ્થો મંગાવીને રાખેલ છે.

જે બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા વિનુ રાઠોડ સ્થળ પરથી મળી આવ્યો હતો. જ્યારે તેની સાથે શીલાબેન ડોડીયા નામની મહિલા પણ હાજર હતી. પોલીસે બંનેની અટકાયત કરીને પૂછપરછ કરતા આ શરાબનો જથ્થો સોનલબેન ઠાકોર નામની મહિલાએ મંગાવ્યો હોવાનું કબૂલ્યું હતું.

પોલીસે સ્થળ પરથી 137 પેટી વિદેશી શરાબની બોટલ કુલ 3660 મળીને 17,77,860નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જ્યારે વિનું સનાભાઇ રાઠોડ અને શીલાબેન ડોડીયાની ધરપકડ કરી શરાબનો જથ્થો મંગાવનાર સોનલબેન ઠાકોરને વોન્ટેડ જાહેર કર્યા હતા.

Trending

Exit mobile version