સામા મામલતદાર કચેરી પાસે પીએમ આવાસના મકાનો રીઝલ્ટ કરવાના હોવાની સ્કીમ બહાર પડી છે તેમ કહ્યું હતું અને એજન્ટનો સંપર્ક કરાવ્યો
- સમા મામલતદાર કચેરી પાસે 10થી 15 ઘર રી સેલ વેચવાના છે.. હું કોર્પોરેશનનો સત્તાવાર એજન્ટ છું
- કોર્પોરેશનના BOBના એકાઉન્ટની બોગસ પાવતી, હાઉસિંગ બોર્ડના એલોટમેન્ટ લેટર બનાવ્યા
- ઘર બતાવ્યા, લોન પ્રોસેસ કરાવી, વાયદા કરતો હોવાથી શંકા થઈ, તપાસ કરતા બધું જ બોગસ નીકળ્યું
શહેરમાં પીએમ આવાસ યોજનાના મકાનો રીસેલ કરવાના નામે કૃત કોર્પોરેશનના જ હેલ્થ વર્કર સહિત ત્રણ જણા સાથે છેતરપિંડી કરવામાં આવી હોવાનો બનાવ બન્યો છે. ઠગે વિશ્વાસમાં લેવા માટે ત્રણ જણા પાસેથી રૂપિયા પડાવી બેંકની સહી સિક્કાવાળી પાવતીઓ પણ આપી હતી. જેથી સમા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
શહેરમાં સમા મંગલ પાંડે રોડ ઉપર બાલાજી હાઇટ્સમાં રહેતા અનિલકુમાર પંચોલાએ પોલીસને કહ્યું છે કે, મારી પત્ની પ્રિયંકા સમા અર્બન હેલ્થ સેન્ટરમાં નોકરી કરે છે અને તેની સાથે દક્ષાબેન ચીખલી ઘર તેમજ સોનલ ધૂમકેતુ પણ નોકરી કરે છે. દક્ષાબેનએ મારી પત્નીને સામા મામલતદાર કચેરી પાસે પીએમ આવાસના મકાનો રીઝલ્ટ કરવાના હોવાની સ્કીમ બહાર પડી છે તેમ કહ્યું હતું અને એજન્ટનો સંપર્ક કરાવ્યો હતો. 17-5-2025ના રોજ એજન્ટ તરલ પઢિયાર જાનીધારી પર મળ્યો હતો અને તેણે કહ્યું હતું કે 10 થી 15 મકાન રિસેલ કરવાના છે, અને હું કોર્પોરેશનનો સત્તાવાર એજન્ટ છું. તેણે પોતાનું આઈકાર્ડ પણ બતાવ્યું હતું.
જ્યારે અનિલ કુમારે પોલીસને કહ્યું છે કે, તરલ પઢીયારે અમને મકાન પણ બતાવ્યા હતા અને પસંદગી પણ કરાવી હતી. પરંતુ ત્યારબાદ તે મકાન ક્યારે મળશે તેની ચોખવટ કરતો ન હતો. તેના વારંવાર ના વાયદાથી શંકા જતા કોર્પોરેશન, બેન્ક ઓફ બરોડા તેમજ હાઉસિંગ બોર્ડમાં તપાસ કરતા બધું જ બોગસ હોવાનું જણાયું હતું. જેથી સમા પોલીસે તરલ મહીજીભાઈ પઢીયાર (અર્થ આઇકોન,ખોડીયાર નગર ચાર રસ્તા પાસે,વીઆઈપી રોડ) સામે ગુનો નોંધ્યો છે.
જ્યારે એજન્ટ તરલ પઢીયારે ત્યારબાદ પ્રિયંકાબેન પાસે રજીસ્ટ્રેશનના નામ 1.60 લાખ, તેમજ તેની સાથે નોકરી કરતા દક્ષાબેન પાસેથી 1.36 લાખ અને ધૂમકેતુ શ્રીમાળી પાસે 3.15 લાખ પડાવી લીધા હતા. આ રકમ પેટે તેણે કોર્પોરેશનની બેંક ઓફ બરોડાના એકાઉન્ટની સિક્કાવાળી પેમેન્ટ સ્લીપો, હાઉસિંગ બોર્ડના એલોટમેન્ટ લેટર જેવા દસ્તાવેજો બનાવી આપ્યા હતા.