વડોદરાના ન્યુસમા રોડ વિસ્તારની રાધિકા પાર્ક સોસાયટીમાં દુર્ઘટના.34 વર્ષીય દત્ત ત્રિવેદીનું ચાકુ છાતીમાં વાગતાં મોત થયું.
- યુવકને ચાકુનો શોખ હતો અને તેણે થોડા દિવસ પહેલાં ઓનલાઈન ચાકુ મંગાવ્યું હતું.
- ઈજા ગંભીર હોવાથી તેને તરત હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ત્યાં ડોક્ટરોએ મૃત જાહેર કર્યો.
- ઘટનાની જાણ બાદ પત્નીએ મિત્રો અને પોલીસને જાણ કરી.ફતેહગંજ પોલીસ દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધાયો.
વડોદરા શહેરમાંથી એક દુર્ભાગ્યપૂર્ણ બનાવ સામે આવ્યો છે, જ્યાં ચાકુનો શોખ રાખનાર યુવકનો જીવ એ જ શોખે લઈ લીધો. રાધિકા પાર્ક સોસાયટી, ન્યુસમા રોડ વિસ્તારના રહેવાસી 34 વર્ષીય દત્ત ત્રિવેદીનું ચાકુ છાતીના ભાગમાં ઘુસી જતાં મોત થયું.
મળતી માહિતી મુજબ દત્ત ત્રિવેદીએ થોડા દિવસ પહેલાં જ ઓનલાઈન માધ્યમ દ્વારા ચાકુ મંગાવ્યું હતું. નવી ચાકુ સાથે તે રમત કરી રહ્યો હતો ત્યારે ચાકુ અચાનક તેની છાતીમાં ઘુસી ગયું. ઈજા ગંભીર હોવાથી પરિવારજનો તેને તરત જ હોસ્પિટલ લઈ ગયા, પરંતુ ફરજ પર રહેલા તબીબોએ તપાસ બાદ તેને મૃત જાહેર કર્યો.
દત્ત ત્રિવેદીને વિવિધ પ્રકારનાં ચાકુ એકત્રિત કરવાનો શોખ હતો. પરંતુ એ જ શોખ મોતનું કારણ બન્યો. ઘટનાની જાણ થતાં ફતેહગંજ પોલીસ મથક દ્વારા અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.