રાજ્યભરમાં થર્ટી ફર્સ્ટની ઉજવણીને રંગીન બનાવવા માટે બુટલેગરો સક્રિય થયા છે. ત્યારે વડોદરા પીસીબી પોલીસની ટીમે શહેરના દુમાંડ ચોકડી પાસેથી બાતમીના આધારે ભારત પેટ્રોલિયમના LPG ગેસની ટેન્કરમાં છુપાવી ફિલ્મી ઢબે રાજસ્થાનથી સુરેન્દ્રનગર લઇ જવાતો 50 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી એક ઇસમની ધરપકડ કરી છે જયારે અન્ય ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા પીસીબી પોલીસની ટીમ શહેરના દુમાંડ ચોકડી પાસે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પીસીબી પોલીસની ટિમને બાતમી મળી હતી કે, ભારત પેટ્રોલિયમના એક LPG ગેસની ટેન્કરમાં મોટી માત્રામાં
વિદેશી દારૂ નો જથ્થો છુપાવી વિદેશી દારૂનો જથ્થો દારુનો રાજસ્થાનથી સુરેન્દ્રનગર તરફ લઇ જવામાં આવી રહેલ છે.
જે વિદેશી દારૂ ભરેલ LPG ગેસ ટેન્કર શહેરના દુમાડ ચોકડી પાસે થી પસાર થનાર છે જે બાતમીના પગલે પીસીબી પોલીસની ટીમે શહેરના દુમાડ ચોકડી ખાતે નાકાબંધી કરી વોચમાં ગોઠવાઈ ગઈ હતી.
દરમિયાન બાતમી આધારિત ભારત પેટ્રોલિયમનું એક LPG ગેસ ટેન્કર આવતા પોલીસે તેને કોર્ડન કરી ચાલકની પૂછપરછ કરતા શકા જતા પોલીસે ચાલકને સાથે રાખી LPG ગેસ ટેન્કર માં તપાસ કરતા પોલીસ પણ ચોકી ઉઠી હતી.
LPG ગેસ ટેન્કર માં કોઈ કેમિકલ કે ગેસ નહિ પરંતુ મોટી માત્રામાં ફિલ્મી ઢબે છુપાવેલ અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો
પોલીસે LPG ગેસ ટેન્કરમાંથી રૂપિયા 50,06,400ની કિંમતની વિદેશી દારૂની 12,516 બોટલો સાથે LPG ગેસ ટેન્કર, રોકડ, મોબાઈલ સહીત કુલ રૂપિયા 60,23,900ની કિંમતનો મુદામાલ જપ્ત કરી રાજસ્થાનના LPG ગેસ ટેન્કરનો ચાલક મેઘારામ ધર્મારામ દેદારામ જાટની ધરપકડ કરી દારૂ મોકલનાર, મંગવાનાર અને આ ટેન્કરના ચાલકને દારૂ ભરેલ ટેન્કર આપી જનાર ઇસમોને વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ છાણી પોલીસ મથકમાં ખાતે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.