વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના ગામેઠા ગામમાં જાતિ વિષયક શબ્દ ને લઈને બે સમુદાયના જૂથે વચ્ચે ઉગ્ર બોલા ચાલી બાદ મામલો બિચક્યો હતો અને ગામમાં વધુ એક વારબબાલ સર્જાઈ હતી. અગાઉ ગામેઠા ગામમાં રહેતા દલિત સમાજના વૃધ્ધનું અવસાન થતા ગામના એક માત્ર સ્મશાનમાં ગામના સરપંચના પતિ સહિત 13 લોકો એ અંતિમ વિધી ના કરવા દેતા દલિતોને ગામના સ્મશાનથી દૂર અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી હતી.
ત્યારે આજે એ ઘટના ના પડઘા ફરી થી પડતા પાદરા પોલીસ તેમજ જિલ્લા કક્ષાના અધિકારી DYSP સહિતનો પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પોલીસે મામલો નિયંત્રણ માં લીધા હતો જોકે ગામમાં અજંપાભરી શાંતિ છે.
પાદરા તાલુકાના ગામેઠા ગામમાં 15 દિવસ પેહલા દલિત સમાજના વૃધ્ધનું અવસાન થતા તેમના સમાજના તમામ લોકો આવી ગયા બાદ તેઓની અંતિમ યાત્રાની તૈયારીઓ કરવામાં આવી હતી. અને તેમના અંતિમ સંસ્કાર કરવા ગામ માં આવેલ એક માત્ર સ્મશાનમાં ગામના સરપંચના પતિ સહિત 13 લોકો એ અંતિમ વિધી ના કરવા દેતા ભારે વિવાદ સર્જાયો હતો. અને 15 કલાક સુધી મૃતદેહ પડી રહ્યા બાદ મોડી સાંજે સવર્ણોની સુચનાથી દલિતોને સ્મશાનથી દૂર અંતિમ સંસ્કાર કરવાની ફરજ પડી હતી.
દલિત સમાજ સાથે થયેલા આ કૃત્ય થતાં સમાજના અગ્રણીઓ વડુ પોલીસ મથકે પહોંચ્યા હતા. અને અંતિમ સંસ્કાર કરવા ન દેનાર સરપંચના પતિ સહિત 13 સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારે ફરી બે સમાજના જૂથો વચ્ચે બબાલ થતા મામલો ફરી થી બિચકે નહિ તે માટે પોલીસ નો કાફલો ગામમાં ખડકી દેવામાં આવતા ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું.