Padra

પાદરામાં વિધર્મી યુવાને લગ્નના બહાને સગીરાનો દેહ ચૂંથ્યો

Published

on

  • પોલીસે આરોપીના ફોનના ડેટા સહિત અન્ય ડિજિટલ પુરાવાઓ પણ એકઠા કર્યા, સાથે મદદમાં સામેલ શખ્સો સામે પણ કાર્યવાહી શરૂ
  • પાદરા પોલીસે સગીરાના કેસમાં ત્વરિત કાર્યવાહી કરી
  • 24 કલાકમાં જ આરોપી અને પીડિતાને શોધી કાઢવામાં આવ્યા
  • આરોપી વિરૂદ્ધ પાદરા પોલીસ મથકમાં પોક્સો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો

વડોદરા ગ્રામ્યમાં આવતા પાદરા પોલીસ સ્ટેશન હેઠળ ગુનાખોરી સામે કડક વલણ અપનાવનાર પોલીસ ઇન્સ્પેક્ટરની નેતૃત્વવાળી ટીમે એક દિન પૂર્વે નોંધાયેલા કેસમાં માત્ર 24 કલાકમાં વિધર્મી યુવક અને સગીરાને શોધી કાઢ્યા છે. વિધર્મી યુવકે સગીરાનો દેહ ચૂંથ્યો  હતો. તેના વિરૂદ્ધ પાદરા પોલીસ મથકમાં પોક્સો હેઠળ ગુનો (Pocso Case) નોંધવામાં આવ્યો છે. જે બાદ પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે. આરોપી વિધર્મી યુવક દ્વારા અગાઉ પણ હિન્દુ યુવતિઓની છેડતી કરવામાં આવી હોવાની ફરિયાદ સપાટી પર આવી હોવાની લોકચર્ચા છે.

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર, મહુવડના રહેવાસી અને અગાઉના ગુનાઓમાં સંડોવાયેલા ઈરફાનસા અયુબસા દીવાન નામના યુવકએ પાદરા શહેરની એક સગીરા યુવતીને બહલાવી-ફોસલાવીને લગ્નના બહાને ભગાડી ગયો હતો. ઘટના અંગે યુવતીના પરિવારજનોની ફરિયાદને આધારે પાદરા પોલીસે તરત જ તપાસ શરૂ કરી હતી. પીઆઇ તથા તેમની ટીમે મામલાની ગંભીરતાને ધ્યાને રાખીને કામગીરી કરતાં 24 કલાકના ગાળામાં આરોપી તથા સગીરાને શોધી કાઢ્યા હતા અને પાદરા પોલીસ સ્ટેશનમાં હાજર રાખી પુછપરછ શરૂ કરી હતી. આરોપી ઇરફાનસા દ્વારા સગીરાનો દેહ ચૂંથ્યો હોવાનું સપાટી પર આવતા (Pocso Case) તેના વિરૂદ્ધ પોલીસે પોક્સો હેઠળ ગુના દાખલ કર્યો છે.

Advertisement

પોલીસે આરોપીના મોબાઇલ ફોનના ડેટા સહિત અન્ય ડિજિટલ પુરાવાઓ પણ એકઠા કર્યા છે. આ સાથે જ આરોપીની મદદમાં સંડોવાયેલા અન્ય શખ્સો સામે પણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ મામલે પોલીસ દ્વારા કરવામાં આવેલી ત્વરિત કાર્યવાહીની લોકો સરાહના કરી રહ્યા છે. સ્થાનિક સુત્રોના જણાવ્યા અનુસાર, ઉપરોક્ત મામલે આરોપી ઈરફાનસા અયુબસા દીવાન દ્વારા અગાઉ પણ હિન્દૂ યુવતિઓની છેડતી કરતો હોવાની પ્રબળ લોકચર્ચા છે.
આ મામલે આગળ શું કાર્યવાહી હાથ ધરવામાં આવે છે તેના પર સૌ કોઇની નજર રહેશે.

Advertisement

Trending

Exit mobile version