ભરૂચમાં નર્મદા મૈયા બ્રિજ નીચે તાજેતરમાં જ નર્મદા નદીમાં યુવાનોની કાર ડૂબી હોવાનો વિડીયો સામે આવ્યો હતો અને સ્થાનિકો, માછીમારો અને તરવૈયાઓએ ભારે જહેમતે બાદ નદીમાંથી માંડ માંડ કાર બહાર કાઢી હતી ત્યારે આવીજ બીજી ઘટના શ્રાવણ માસ નો આરંભ થતાં જંબુસરના દરિયા કાંઠેથી સામે આવેલ કાવી- કંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થ સ્થાનેભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું ત્યારે એક દર્શનાર્થી કાર દરિયામાં તણાઈ ગઈ હતી.
પવિત્ર શ્રાવણ માસ નો પ્રારંભ થતાં દક્ષિણ ગુજરાતના મીની સોમનાથ એવા સ્તંભેશ્વર તીર્થ સ્થાને સોમવતી અમાસે ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું અને સ્તંભેશ્વર તીર્થ સ્થાને આવેલ દર્શનાર્થી મધ્યપ્રદેશ પાસિંગની કાર દરિયા કિનારે પાર્ક કરી દર્શન કરવા ગયા હતા.
Advertisement
સોમવતી અમાસે સ્તંભેશ્વર તીર્થ સ્થાને દર્શન કરી સાંજે પરત આવતા દર્શનાર્થીએ કિનારે મુકેલી કાર અમાસની ભરતીના લીધે પાણીમાં તણાઈ ગઈ હતી અને કારને બહાર કાઢવા ભારે જેહમત કરી પરંતુ કાર બહાર ના નીકળતા સ્થાનિકો તેમજ અન્ય દર્શનાર્થીઓ સહીત પોલીસ દરિયામાં ડૂબતી કારને બહાર કાઢવા મદદે આવી હતી અને કારને દોરડા થી બાંધી દોરડાનો એક છેડો એક ટેમ્પા માં બાંધી ટેમ્પા સહીત 20 થી 25 લોકોએ કલાકો સુધી કારને પાણીમાંથી બહાર કાઢવા દોરડું ખેંચ્યું અને આખરે મહેનત રંગ લાવી અને ભારે જેહમત બાદ કારને બહાર કાઢવામાં સફળતા મળી હતી