Vadodara

વડોદરા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢિયારે ઉમેરવાની નોંધાવી

Published

on

વડોદરાની લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જશપાલસિંહ પઢિયારે આજે પોતાનું ઉમેદવારી નોંધાવી હતી. તેમણે જણાવ્યું કે, આજે સવારે સૌપ્રથમ મેં માતાજીના આરતી, પૂજા કર્યા બાદ ઇસ્કોન મંદિર ખાતે શીશ ઝુકાવ્યું છે.

અહીં બહોળી સંખ્યામાં સમર્થકો આવ્યા છે તે જોઈને ખૂબ આનંદિત થયો છું અને તેની ઊર્જાથી ફોર્મ ભરવા જઈ રહ્યો છું. સામાન્ય માણસના હક માટે હું લડીશ, સામાન્ય જનતાને પડતી મુશ્કેલીઓનો અવાજ ઉઠાવતો રહીશ, ખાસ કરીને સ્થાનિક રોજગારીના પ્રશ્નો છે તે રજુ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.

છેલ્લા 28 વર્ષથી વડોદરાની જનતાએ જેને જન સમર્થન આપ્યું છે તેઓ શહેરનો વિકાસ કરવામાં ક્યાંક કાચા પડ્યા છે અને તેથી વડોદરાનો વિકાસ કરવાની પણ પૂરી ઝંખના છે. આ તમામ કામો કરવામાં જો બે વર્ષ દરમિયાન હું નિષ્ફળ જઈશ તો એટલું ચોક્કસ કહું છું કે, મારા પદ પરથી રાજીનામું આપી દઈશ. ત્યારબાદ જશપાલસિંહ પઢિયાર મોટી સંખ્યામાં પોતાના જન સમર્થકો અને કોંગ્રેસના આગેવાનો સાથે ઇસ્કોન મંદિરથી રેલી સ્વરૂપે નવી કલેકટર કચેરી પહોંચ્યા હતા અને ત્યાં વિજય મુહૂર્તમાં તેઓએ પોતાનું નામાંકન દાખલ કરાવ્યું હતું.

Trending

Exit mobile version