Vadodara

વડોદરા ચૂંટણીને લઈને આજે 15000 થી વધુ કર્મચારીઓને ફરજ પર રવાના, EVM, VVPAT અને ચૂંટણી સામગ્રી ડિસ્પેચ કરવામાં આવી

Published

on

લોકસભા 2024ની સામાન્ય ચૂંટણીમાં આવતીકાલના મતદાન માટે ચૂંટણી પંચ દ્વારા તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. આવતીકાલે મતદાન હોવાથી કર્મચારીઓને મતદાન મથક પર ફરજ બજાવવા રવાના કરવામાં આવશે. જેમાં વડોદરા લોકસભા બેઠક પર 1802 મતદાન મથક પર કર્મચારીઓને રવાના કરાશે. મતદાન મથક પર ફરજ બજાવવા માટે આજે 15,793 કર્મચારીઓને મોકલવામાં આવશે.

Advertisement

ચૂંટણી પંચે 1802 મતદાન મથકો તૈયાર કર્યા છે. જેમાં મહિલા સંચાલિત 70, યુવા સંચાલિત 10, PWDS સંચાલિત 10 અને 10 મોડેલ મતદાન મથકો ઊભા કરાયા છે. વાઘોડિયા વિધાનસભા પેટાચૂંટણી માટે ચૂંટણી પંચે 280 મતદાન મથકો ઊભા કર્યા છે. અને હવે તમામ મથકો પર ઇવીએમ ,વિવિપેટ અને અન્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે. સાથે જ વિધાનસભા વાઇઝ વ્યવસ્થા ગોઠવી કચેરીઓને મોકલવામાં આવ્યા.

Advertisement

ચૂંટણી પંચ દ્વારા આવતીકાલે મતદાન હોવાથી આજે પોલીટેકનિક કોલેજ, કેન્દ્રીય વિદ્યાલય, સરદાર વિનય સ્કૂલ, નર્સિંગ કોલેજ સહિત 10 સ્થળો થી EVM, VVPAT અને ચૂંટણી સામગ્રી ડિસ્પેચ કરવામાં આવી છે. જોકે, તમામ મથકો પર નિરીક્ષણ કરવાની પણ કામગીરી શરુ થઇ ગઈ છે. જેમાં કલેકટર અને ચૂંટણી અધિકારી બીજલ શાહ નર્સિંગ કોલેજના સ્થળે કામગીરીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા.

મતદારોની સંખ્યા પર જો નજર કરીએ તો વડોદરા લોકસભા બેઠક પર કુલ 19,32,348 મતદારો મતદાન કરશે. આ મતદારોમાં 9,86,691 પુરુષ મતદારો, 9,45,430 સ્ત્રી મતદારો અને 227 અન્ય મતદારો મતદાન કરશે. તો 27,097 યુવા મતદારો પ્રથમ વખત મતદાન કરશે. જયારે વાઘોડિયા વિધાનસભા પેટાચૂંટણીમાં 2,48,801 મતદારો મતદાન કરશે.

Advertisement

Trending

Exit mobile version