વડોદરાના નાગરિકો ટેક્સ ચૂકવે છે તો બદલામાં તેમને સ્વચ્છ અને સ્વસ્થ વડોદરા મળે — એ તંત્રની ફરજ છે.
લોકોની માંગ છે કે,શહેરના ચારેય ઝોન માટે અલગ લેન્ડફિલ સાઇટ બનાવવી જોઈએ.
સાઇટ પર રોજનું કચરું યોગ્ય રીતે પ્રોસેસ થાય તે માટે તાત્કાલિક પગલા લેવાં જોઈએ.
શહેરના માંજલપુર વિધાનસભા વિસ્તારમાં આવેલી જાંબુવા લેન્ડ ફીલિંગ સાઇટ પર છેલ્લા છ મહિનાથી કોઈપણ પ્રકારનું પ્રોસેસિંગ કામ બંધ પડ્યું છે, જેના કારણે કચરાનો ઢગલો દિવસેને દિવસે વધતો જ રહ્યો છે.
એક બાજુ વડોદરા શહેરમાં રોજનો કચરાનો જનરેશન 5000 ટનથી વધુ છે, જ્યારે પ્રોસેસિંગની ક્ષમતા માત્ર 1200 ટન પ્રતિદિન સુધી સીમિત છે. છેલ્લા છ મહિનાથી એ પણ બંધ હોવાથી સમગ્ર શહેરનો કચરો માંજલપુર વિધાનસભા વિસ્તારમાં જ ઢગલાની જેમ ભરાઈ રહ્યો છે.
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મે મહિનામાં નવું ટેન્ડર જાહેર કરવામાં આવ્યું હોવા છતાં, આજદિન સુધી કોઈને કામ સોંપવામાં આવ્યું નથી.પરિણામે પ્રોજેક્ટ કાગળ પર જ અટવાઈ ગયો છે, અને વાસ્તવિક કામગીરીના નામે શૂન્ય છે.
વિશેષજ્ઞોના મતે, જો રોજના 6000 થી 7000 ટન કચરાનું પ્રોસેસિંગ નહીં કરવામાં આવે, તો આવનાર 50 વર્ષમાં પણ આ સમસ્યા હલ નહીં થાય.
નાગરિકોના આક્ષેપ મુજબ, માંજલપુર વિધાનસભા “કચરાની પેટી” બની ગઈ છે, જ્યાં વડોદરા શહેરના ચારેય ઝોનનો કચરો એકઠો થાય છે.