- ફોન પર વાતમાં બંને એકબીજા આવેશમાં આવી ગયા હતા. અને પોતે જ્યાં હાજર છે, તે સ્થળ આવવા જણાવ્યું હતું. – ACP
- વડોદરામાં ચોંકાવનારી ઘટના સામે આવી
- હોટલમાં જમવાનું નહીં મળતા માથાભારે તત્વોએ સંચાલકનો ઘરે ધમાલ મચાવી
- પોલીસે આરોપીઓને ગણતરીના સમયમાં જ દબોચી લીધા
વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં આવેલા સુરેશ ભજીયા હાઉસ ના માલિકના પુત્ર ગૌરાંગ પઢિયાર પર હુમલાની ઘટના સામે આવી છે. ઘટના બાદ પોલીસે ગણતરીના સમયમાં જ આરોપીઓને દબોચી લીધા છે. હોટલમાં જમવાનું નહીં મળતા આરોપીઓ અને ભોગબનનાર વચ્ચે ટેલિફોનીક બોલાચાલી થઇ હતી. તે બાદમાં લોકેશન મોકલતા આરોપીઓ ઘરે પહોંચ્યા હતા, અને ગુપ્તી જેવા હથિયાર વડે હુમલો કરી દીધો હતો.
ACP કવાએ મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે, 23, જૂલાઇના રોજ રાત્રે 11 – 30 ની આસપાસ ગોરવા પોલીસ મથકમાં જાણ થઇ કે, સુરેશ ભજીયા હાઉસમાં મારામારી થઇ રહી છે. સમયસર પોલીસ ત્યાં પહોંચી ગઇ હતી. સુરેશ ભજીયા હાઉસના સંચાલકની વાઘોડિયા રોડ વિસ્તારમાં નોન વેજની શોપ આવેલી છે. ત્યાં બંધ કરીને તેઓ ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યાં એક ગ્રાહક તેમની દુકાને ગયા હતા, અને જમવાનું માંગ્યુ હતું, સ્ટાફ જોડે માથાકૂટ કરી હતી, અને સંચાલક જોડે મોબાઇલ ફોન પર માથાકૂટ કરી હતી. ફોન પર વાતમાં બંને એકબીજા આવેશમાં આવી ગયા હતા. અને પોતે જ્યાં હાજર છે, તે સ્થળ આવવા જણાવ્યું હતું.
એસીપીએ વધુમાં જણાવ્યું કે, બીજી તરફ આરોપી બે ગાડી લઇને ત્યાં પહોંચ્યો હતો. આવીને સીધા ગૌરાંગભાઇ હુમલો કરી દીધો હતો. તેમના પર ગુપ્તી જેવા સાધનથી હુમલો કર્યો હતો. તેમને 4 ઘા માર્યા છે, આરોપીઓ શક્તિસિંહ વનરાજસિંહ રાણા (રહે-403, મધુ રેસીડન્સી, છાણી જકાતનાકા, મુળ રહે-જામનગર), જતીન જેઠાભાઈ ધાગીયા (રહે-સી-206,બંસીધર ફ્લેટ, ડીંગડોગ ચોકડી,ટીપી-13, છાણી જકાતનાકા, મુળ રહે-રાજકોટ), હેમેક્ષ રમેશભાઈ હોદાર (રહે- જલા હાઉસ, એચ.ડી.એફ.સી બેંકની બાજુમાં, વાસણા ભાયલી રોડ, મુળ રહે-પોરબંદર), મનીષ શંકરલાલ યાદવ (રહે- જલા હાઉસ, એચ.ડી.એફ.સી બેંકની બાજુમાં, વાસણા ભાયલી રોડ, મુળ રહે-ડુંગરપુર,રાજસ્થાન) પોલીસ હીરાસતમાં છે.
એસીપીએ અંતમાં ઉમેર્યું કે, ચારેયા આરોપીની અટકાયત કરવામાં આવી છે. ગુનામાં વપરાયેલા સાધનો જપ્ત કરવામાં આવ્યા છે. શક્તિસિંહ વિરૂદ્ધમાં મકરપુરા પોલીસ મથકમાં ગુના દાખલ થયો છે. તપાસ દરમિયાન કોઇ જૂની અદાવત સામે આવી નથી. ટેલિફોનીક વાત સાંભળતા જમવા બાબતે જ માથાકૂટ થઇ હોવાનું જણાય છે. તપાસના કામે સીસીટીવી મેળવી લીધા છે. સીસીટીવીમાં બે વાહનો અને ચાર વ્યક્તિઓ મળી આવ્યા છે.