Vadodara

ચોરાયેલું સોનું સંતાડનાર સાથીદાર મહેન્દ્રસિંગ સરદાર પણ સકંજામાં: રૂ. 2.07 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે

Published

on

  • મોટો ગુનો ડીટેક્ટ: મુંબઈના શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના કેસનો વડોદરા એલસીબીએ પર્દાફાશ કર્યો છે.
  • બે આરોપીઓની ધરપકડ: આકાશ પાસી અને મહેન્દ્રસિંગ સરદાર નામના કુખ્યાત શખ્સો ઝડપાયા છે.
  • મુદ્દામાલ કબ્જે: ચોરી કરાયેલી બે સોનાની ચેઈન (કિંમત રૂ. 2,07,600/-) કબ્જે કરાઈ છે.
  • આરોપીઓની સોંપણી: બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી મુંબઈ પોલીસને સોંપવામાં આવ્યા છે.

વડોદરા: વડોદરા શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા અને અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ ચલાવવામાં આવી રહેલી ઝુંબેશમાં એલસીબી ઝોન-4 ની ટીમને મોટી સફળતા મળી છે. મુંબઈ શહેરના દાદર સ્થિત શિવાજી પાર્ક પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા કુખ્યાત આરોપીને વડોદરામાંથી ઝડપી પાડવામાં આવ્યો છે.

🧐બાતમીના આધારે સફળ દરોડો:

એલસીબી ઝોન-4 ના સ્ટાફના પોલીસ કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે સંચાર રસ્તાથી પાણીની ટાંકી તરફ જતા રોડ પર એસ.કે. મોબાઈલ શોપ પાસેથી આકાશ કમલેશભાઈ પાસી નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. પકડાયેલા આરોપીની પ્રાથમિક પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી હતી.

🚨મુંબઈમાં ચોરી કરી વડોદરામાં સોનું સંતાડ્યું હતું:

આરોપી આકાશ પાસીએ જૂન મહિનામાં મુંબઈ શિવાજી પાર્ક ખાતે તેના અન્ય મિત્રો સાથે મળીને એક બંધ મકાનમાં ઘરફોડ ચોરી કરી હતી અને ત્યાંથી સોનાની બે ચેઈન ચોરી કરીને વડોદરા લાવ્યો હતો. તેણે આ સોનાની ચેઈનો વડોદરામાં રહેતા તેના મિત્ર મહેન્દ્રસિંગ દિલીપસિંગ સરદાર (બાવરી) (રહે. જલારામ ઝૂંપડપટી, ડભોઈ રોડ, વડોદરા) ને આપી હતી. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને મહેન્દ્રસિંગના ઘરેથી ચોરીમાં ગયેલી બે સોનાની સોનાની ચેઈન (કિંમત રૂ. 2,07,600/-) જપ્ત કરી લીધી છે.

👮આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ અને આગળની કાર્યવાહી:

પકડાયેલા બંને આરોપીઓ સામે અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આકાશ પાસી સામે અગાઉ મકરપુરા અને વાડી પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા છે, જ્યારે મહેન્દ્રસિંગ સરદાર સામે અગાઉ ગોરવા, બાપોદ, પાટણ તેમજ ગોત્રી સહિતના પોલીસ સ્ટેશનોમાં 17 જેટલા ગુનાઓ નોંધાયેલા છે અને તેની વિરુદ્ધ ગેરકાયદે પ્રવૃત્તિઓ બદલ કડક કાર્યવાહી પણ થઈ ચૂકી છે. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ અર્થે મુંબઈના શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનને સુપરત કરવાની તજવીજ હાથ ધરી છે.

Trending

Exit mobile version