Vadodara

ઈક્કો કાર રોકવા ગયેલ LRD જવાનને કાર ચાલકે 800 મીટર ઢસડી લઈ ગયો, ઇજાગ્રસ્ત જવાને પોલીસ ફરિયાદ નોંધાવી

Published

on

વડોદરા શહેરના સોમા તળાવ ચાર રસ્તા પાસે બ્લેક ફિલ્મ વાળી ઇકો ગાડીને ઉભા રાખવાનો ઈશારો કરતા ચાલકે ઉભી રાખી ન હતી. એલઆરડી જવાને હાથ આડો કર્યો હોય તેમ છતાં ઉભી ન રાખતા એલઆરડી જવાબનું કડુ ફસાઈ જતા તેઓ દરવાજા પર લટકાઈ ગયા હતા.

  • બાદમાં 800 મીટર સુધી તેમને લટકેલી હાલતમાં ચાલક ઘસડી ગયો હતો.
  • જેમાં તેમને ઇજાઓ પણ પહોંચી હતી

આ મામલે ટ્રાફિક પોલીસ જવાને પાણીગેટ પોલીસ મથકમાં ઇકો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. વડોદરા શહેરના ટ્રાફિક પોલીસ વિભાગમાં એલઆરડી તરીકે ફરજ બજાવતા જીતેન્દ્રભાઈ પ્રેમાજીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, 8 સપ્ટેમ્બરના રોજ સાંજના સમયે સોમાતળાવ ચાર રસ્તા પાસે આવેલ ખેતલા આપા ટી-સ્ટોલ સામે બ્લેક કાચની ફીલ્મવાળા ઈકો ગાડીનો ચાલક પુરઝડપે અને બેદરકારી પુર્વક ચલાવતો હતો. જેથી મેં આ બ્લેક ફિલ્મ વાળી ગાડીના ચાલકને ઉભી રાખવાના ઇશારો કરતા તેને ઊભી રાખી હતી. કેમ પૂર ઝડપે ગાડી દોડાવે છે એમ કહેતા આ ચાલક અતુલભાઈ રણછોડભાઈ રાઠવાએ તુરંત જ ભગાવી હતી.

બાદમાં જવાને તેને ઉભી રાખવા સાથે મારો જમણો હાથ આડો કરતા મારા હાથમાં પહેરેલ કડુ ગાડીના ડ્રાઈવર સાઈડના વચ્ચેના દરવાજામાં ફસાઇ ગયું હતું. તેમ છત ગાડી ચાલકે તેની ગાડી હંકારી રાખી હતી. ગાડીનો દરવાજો પકડી લીધો હતો અને મને આશરે 800 મીટર જેટલો દુર લટકતા લઈ ગયો હતો. તે દરમ્યાન અવારનવાર તેને ગાડી ઉભી રાખવાનુ જણાવતા તેને ગાડી નહી ઉભી રાખી મારા બન્ને પગ પર ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ ગાડીમાંથી નીચે ઉતરી ભાગી ગયો હતો. જેથી આ કાર ચાલક અતુલ રાઠવાને ઝડપી તેની પાસે લાયસન્સ ન હોય કાર્યવાહી હાથ ધરી છે.

Trending

Exit mobile version