ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે. ત્યારે 31 ડિસેમ્બર નવા વર્ષની ઉજવણી પહેલા રાજ્ય માં દારૂની રેલમ છેલ કરવા શરાબ માફિયા સક્રિય બન્યા છે. સાથે શહેરમાં ઘૂસાડવામાં આવેલ વિદેશી દારૂના જથ્થાને પોલીસની નજર થી બચાવવા બુટેલગરો અવનવા પેતરા અપનાવી રહ્યા છે. બીજી તરફ બુટલેગરોના પેતરાઓને નિષ્ફળ કરી દારૂના જથ્થાને ઝડપી પાડવા પોલીસ પણ સક્રિય થઇ ગઈ છે. ત્યારે જિલ્લા એલસીબી પોલીસે બાતમીના આધારે ગોધરા થી વડોદરા તરફ 25 લાખ ઉપરાંત કિંમતનો દારૂનો જથ્થો ભરીને આવી રહેલ ટ્રક ઝડપી પાડી કુલ 35 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લા એલસીબી પોલીસે ની ટિમ જરોદ પોલીસ મથક હદ વિસ્તારમાં પટ્રોલિંગમાં હતી તે દરમિયાન પો.સબ.ઇન્સ. આર.બી.વનારને બાતમી મળી હતી કે, એક બંધ બોડીના ટેમ્પામાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ગોધરા થી વડોદરા તરફ લઇ જવામાં આવી રહ્યો છે જેથી એલ.સી.બી. ટીમ જરોદ રેફરલ ચોકડી ઉપર ગોધરા થી વડોદરા તરફ આવતા ટ્રેક ઉપર વોચમાં ગોઠવાઈ ગઈ હતી
દરમિયાન બાતમી આધારિત ટેમ્પો આવતા પોલીસે તેને કોર્ડન કરી ટેમ્પો ચાલકને સાથે રાખી ટેમ્પામાં પાછળ તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારુની રૂપિયા 25,16,400ની કિંમતની કુલ 12876 નંગ દારૂની બોટલો મળી આવતા પોલીસે રાજસ્થાનના મીરપુરમાં રહેતા ટેમ્પા ચાલક પ્રકાશમલ કીશનલાલ પુનીયા ની ધરપકડ કરી વિદેશી દારૂનો જથ્થો, ટેમ્પો અને એક મોબાઇલ સહીત કુલ રૂપિયા 35,21,400ની કિંમતનો મુદામાલ જપ્ત કરી દારૂનો જથ્થો મોકલનાર અને મંગાવનાર વિરુદ્ધ જરોદ પોલીસ મથક ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.