Vadodara

વડોદરાની જનતા સાથે મોટા પાયે છેતરપિંડી! LPG ગેસ ચોરી કેસમાં 40 દિવસ પછી 2 શખ્સ સામે ફરિયાદ

Published

on

ભરેલા સિલિન્ડરમાંથી ખાલી સિલિન્ડરમાં થોડો ગેસ કાઢી ફરી સીલ કરીને ઓછી માત્રાના ગેસવાળો સિલિન્ડર ગ્રાહકને આપતા,ગંભીર કેસ છતાં ફરિયાદ નોંધવામાં 40 દિવસનો વિલંબ

  • ફતેગંજન – જયેશ કોલોની પાસે રહેતી ભાવનાબેન પટેલની રામદેવ ગેસ એજન્સી (રૂપમ સિનેમા/સંગમ નજીક)
  • એજન્સીનું ગોડાઉન – કોટાલી ગામ, ગોલ્ડન ચોકડી પાસે,છેલ્લા 24 વર્ષથી ભારત ગેસ એજન્સી ચલાવે છે.
  • મંજલુપર ગ્રાહકને સિલિન્ડરનું વજન ઓછું લાગ્યું,ગ્રાહકે જાણ કરતાં પોલીસ તપાસ હાથ ધરાઇ.

વડોદરામાં એલપીજી ગેસની ચોરીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ફતેગંજ ખાતે જયેશ કોલોની પાસે રહેતી ભાવનાબેન અશોકભાઈ પટેલની રૂપમ સિનેમા સંગમ નજીક આવેલ રામદેવ ગેસ એજન્સી છેલ્લા 24 વર્ષથી ભારત ગેસની એજન્સી ચલાવે છે. એજન્સીનું ગોડાઉન કોટાલી ગામે ગોલ્ડન ચોકડી પાસે આવેલું છે.

જ્યારે ભાવનાબેને માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત 20 સપ્ટેમ્બરના રોજ ગોડાઉનમાંથી હસમુખભાઈ હીરાભાઈ પટેલે છોટા હાથી ટેમ્પોના ડ્રાઇવર સુનિલ ચંદુભાઈ તથા ડિલિવરી બોય વિશાલ નગીનભાઈ સોલંકી – બન્ને વતની એકતા નગર, આજવા રોડ –ને 36 ભરેલા એલપીજી સિલિન્ડર વજન કરી ડિલિવરી માટે આપ્યા હતા.

જ્યારે ડ્રાઇવર અને ડિલિવરી બોય માંજલપુરના મારુતિ ધામ સોસાયટી વિસ્તારમાં ગેસની ડિલિવરી કરવા ગયા ત્યારે એક ગ્રાહકને સિલિન્ડરનું વજન ઓછું લાગતા પોલિસને જાણ કરી હતી.માંજલપુર પોલીસે બંનેને સ્ટેશન પર બોલાવી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ખુલ્યું કે બંને આરોપીઓ ભરેલા સિલિન્ડરમાંથી ખાલી સિલિન્ડરમાં થોડો ગેસ કાઢી ફરીથી સિલિન્ડર સીલ કરીને ગ્રાહકોને ઓછા વજનવાળો ગેસ પહોંચાડતા હતા.

આ રીતે તેઓ ગેસની ચોરી કરતા હતા અને જાહેર સ્થળે ગેસ કાઢી લોકોના જીવનને જોખમમાં મૂકતા હતા.આ ગંભીર કિસ્સો હોવા છતાં એજન્સીના સંચાલકએ ફરિયાદ નોંધાવા માટે 40 દિવસ જેટલો સમય લીધો હોવાની બાબત પણ સામે આવી છે.

Trending

Exit mobile version