ભરૂચના ઝનોર માં અમદાવાદ ના સોની ને આજે સાંજે બંદૂક ની અણીએ લૂંટી લઇ કારમાં ભાગી રહેલા લૂંટારુ ગેંગ ના સાગરીતો ને નાકાબંધી દરમ્યાન વડોદરા જિલ્લા ની સેગવા ચોકડી પાસે થી શિનોર પોલીસના PSI કાંટલિયા અને તેઓ ની ટીમે દિલધડક રીતે કારમાં સવાર ત્રણ આરોપીઓ ને ઝડપી પાડ્યા હતા જયારે અન્ય બીજી કારમાં સવાર લૂંટારા રાજપીપળા તરફ ભાગી જતા અન્ય ફરાર આરોપીઓ ને ઝડપી પાડવા વડોદરા ગ્રામ્ય LCB શિનોર પોલીસ સહિત ની ટિમો દ્વારા રાજપીપળા વડોદરા ના અંતરિયાળ વિસ્તારો માં સર્ચ ઓપરેશન હાથ ધરવા માં આવ્યું છે
પ્રાપ્ત માહિતી અનુસાર મહારાષ્ટ ની ગેંગ દ્ધારા ભરૂચના ઝનોર ખાતે અમદાવાદ ના સોની મુકેશ ત્રિલોકચંદ સોની ને આંતરી ને
બંદૂક ની અણીએ એક કરોડ ની લૂંટ ચલાવા ની ઘટના ઘટતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને સમગ્ર વિસ્તારમાં નાકાબંધી કરી દેવામાં આવી હતી સાથે આસપાસ ના જિલ્લાઓને પણ આ અંગે જાણકારી આપી નાકાબંધી કરાવવા માં આવી હતી
જેના પગલે વડોદરા જિલ્લા પોલીસ ની તમામ એજન્સીઓ અને અલગ અલગ પોલીસ મથક ની ટિમો અલર્ટ થઇ ગઈ હતી અને નાકાબંધી કરી હતી તે દરમિયાન ભરૂચ થી બંદૂક ની અણીએ લૂંટ કરી ને ભાગી રહેલ બે કાર ને શિનોર ના સેગવા નજીક થી નાકાબંધી કરી ને તૈનાત ઉભેલી શિનોર પોલીસે લુટારુઓની કાર ને આંતરવાની પ્રયાશ કરતા લૂંટારુઓએ પોલીસ ની ગાડી ને પણ ટક્કર મારી ભાગવાની કોશિશ કરી હતી પરંતુ શિનોર પોલીસે દિલધડક ઓપરેશ હાથ ધરી મહારાષ્ટ પાર્સીગ કાર ને અટકાવી કારમાં સવાર ત્રણ લૂંટારુ ને
દબોચી લીધા હતા અને લૂંટ કરેલ કેટલોક સોના નો જથ્થો તેમજ રોકડ રકમ પણ પોલીસ ને લૂંટારુ પાસે થી મળી આવી હતી જયારે અન્ય કારમાં સવાર લૂંટારુ રાજપીપળા તરફ ભાગ્યા હોવાથી તેમને ઝડપી પાડવા પોલીસે ઓપરેશન હાથ ધર્યું છે