શહેરમાં વિદેશી શરાબનો જથ્થો ઘુસાડવા બુટલેગરરો અવનવા કીમિયા અપનાવતા હોય છે. ત્યારે વડોદરાના અવાખલ ગામ પાસેથી ટ્રકમાં પશુ દાનની આડમાં ટ્રકમાં લઇ જવાતો વિદેશી શરાબનો રૂપિયા 30.33 લાખની કિંમતનો જથ્થો શિનોર પોલીસે ઝડપી પાડ્યો છે. પોલીસે ટ્રક ચાલક સહિત બેની ધરપકડ કરી 525 પેટી વિદેશી શરાબના જથ્થા સહીત પશુ દાન, ટ્રક મળી કુલ્લે રૂપિયા 46 લાખનો મુદ્દામાલ કબજે કરવા કરી કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી તેઓની શોધખોળ હાથ ધરી છે.
શિનોર પોલીસ મથકના પી.એસ.આઇ. એ.આર. મહિડાને બાતમી મળી હતી કે, એક ટ્રક જે સેગવા ચોકડીથી સાધલી પાસેથી પસાર થનાર છે. જેમાં મોટી માત્રા માં વિદેશી શરાબ નો જ્થ્થો ભરેલ છે. જે બાતમીના આધારે શિનોર પોલીસ મથકની અલગ-અલગ ટીમો બનાવી બાતમી આધારિત સ્થળ સેગવાથી સાધલી વચ્ચે વોચ ગોઠવી હતી. દરમિયાન અવાખલ તરફ જવાના રસ્તા ઉપર થી એક બાતમી આધારિત ટ્રક પસાર થતા પોલીસે તે ટ્ર્કને રોકી કોર્ડન કરી તપાસ કરતા પ્રાથમિક તબક્કે ટ્રકમાં પશુ દાન અને કુસ્કી ભરેલા કોથળા જણાઇ આવ્યા હતા.
જોકે પોલીસને શંકા જતા ટ્રકમાં વધુ તપાસ કરતા ટ્રકમાં પશુ દાનની આડમાં છુપાવવામાં આવેલ વિદેશી શરાબની 525 પેટી મળી આવી હતી. પોલીસે અમજેરા, જિ. ધાર, મધ્યપ્રદેશના રહેવાશી ટ્રક ચાલક સગીરખાન ઉર્ફ મુન્નો બાબુખાન પઠાણ અને બબલુ અમરતલાલ ભંડોર ની અટકાયત કરી ટ્રક ચાલકની પૂછપરછ કરતા તેણે આ વિદેશી શરાબનો જથ્થો જુનાગઢના કેશોદના અજાણી વ્યક્તિને આપવાનો હોવાની કબૂલાત કરી હતી પોલીસે ટ્રક ચાલક તેમજ ટ્રકમાંથી મળી આવેલ અન્ય ઈસમ સહીત વિદેશી શરાબનો જથ્થો મોકલનાર ઇન્દોર ના નૌશાદખાન શૌકતખાન ખાન તેમજ સેલવાસ ના લડ્ડુ અને દારુ મંગાવનાર જુનાગઢના કેશોદની અજાણી વ્યક્તિ સામે ગુનો દાખલ કર્યો હતો.
પોલીસે વિદેશી શરાબની પેટીઓ ટ્રક માંથી ખાલી કરી ગણતરી કરતા રૂપિયા 30, 33, 600ની કિંમતની 12,504 નંગ બોટલો મળી આવી હતી પોલીસે વિદેશી શરાબના જથ્થા સહીત ટ્રકમાંથી રૂપિયા 64,300ની કિંમતનું 173 બેગમાં ભરેલું પશુદાન અને કુસ્કી, તેમજ ટ્રક મળી કુલ્લે રૂપિયા 46,09,630 નો મુદ્દામાલ કબજે કરી. બે આરોપીની ધરપકડ કરી ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા