Karjan-Shinor

કરજણના સૌથી મોટા સ્મશાનમાં કારની હેડલાઇટના અજવાળે અંતિમ ક્રિયા કરવાની મજબૂરી

Published

on

વડોદરામાં એક તરફ નાગરિકો અંતિમદાહમાં જોડાયા, બીજી તરફ કાર ચાલુ રાખી હેડ લાઈટને ફૂલ ફોકસ સાથે મારીને અજવાળું કરવામાં આવ્યું છે

  • વડોદરા જિલ્લામાં આવતા કરજણના સ્મશાનમાં વરવા દ્રશ્યો સામે આવ્યા.
  • કરજણ સ્મશાનમાં લાઇટની સુવિધાના અભાવે કારની હેડલાઇટથી અજવાળું કરાયું.
  • કારની હેડ લાઇટના અજવાળે અંતિમ વિધિ પૂર્ણ કરવા મજબૂર નાગરિકો.

વડોદરા જિલ્લામાં આવતા કરજણમાં કરૂણ ઘટના સામે આવી છે. કરજણના સૌથી મોટા સ્મશાન મનાતા કૈલાશધામમાં લાઇટની કોઇ વ્યવસ્થા નહીં હોવાના કારણે મુશ્કેલી સર્જાઇ છે. જેને પગલે પોતાના સ્વજનોની અંતિમ ક્રિયા કરવા માટે આવેલા લોકોએ કારની હેડ લાઇટના અજવાળાનો સહારો લેવો પડ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થવા પામ્યો છે. ઘટના અંગે લોકોમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે. અને બીજી તરફ આ સમસ્યા તાત્કાલિક અને કાયમી ધોરણે દુર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

જ્યારે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી વડોદરા નજીક આવેલા મોટા સ્મશાન કૈલાશ ધામ સુધી વિકાસ નહીં પહોંચ્યો હોવાની વરવી વાસ્તવિકતા વાયરલ વીડિયોનો માધ્યમથી સપાટી પર આવવા પામી છે. હાલ સોશિયલ મીડિયા વર્તુળમાં વીડિયો ભારે વાયરલ થઇ રહ્યા છે. જેમાં એક થી વધુ ચિતાઓ પર અગ્નિસંસ્કાર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો કરજણનો હોવાની પ્રાથમિક માહિતી સાંપડી રહી છે. આ અંતિમ ક્રિયા કરતા સમયે સ્મશાનમાં લાઇટની વ્યવસ્થા નહીં હોવાના કારણે લોકોએ કારની હેડ લાઇટના સહારે અંતિમ વિધિ કરવી પડી રહી છે. આ દ્રશ્યો જોઇને સ્થાનિકોમાં ભારે રોષની લાગણી વ્યાપી જવા પામી છે.

Advertisement

આવા દ્રશ્યો શર્મજનક આ વાયરલ વીડિયોમાં એક તરફ નાગરિકો અંતિમદાહમાં જોડાયા છે. તો બીજી તરફ કાર ચાલુ રાખીને તેની હેડ લાઈટને ફૂલ ફોકસ સાથે મારીને અજવાળું કરવામાં આવ્યું છે. વડોદરા જિલ્લામાં આવતા કરજણ માટે આ દ્રશ્યો શર્મજનક હોવાનું લોકોનું માનવુું છે. સાથે જ આ સમસ્યાને ત્વરિત અને કાયમી ધોરણે દુર કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. હવે વાયરલ વીડિયો મારફતે આ ઘટના સામે આવ્યા બાદ, તંત્ર કેટલા સમયમાં કાયમી સમાધાન લાવી આપે છે, તે જોવું રહ્યું.

Advertisement

Trending

Exit mobile version