Vadodara

કારેલીબાગ પોલીસ અને એજન્સીઓ ઊંઘતી ઝડપાઈ ? : આઈ લવ મોહંમદના પોસ્ટર લાગ્યા

Published

on

પોલીસ સ્ટેશનની સામે જ આવા બેનર લાગ્યા હોય અને પોલીસને તે ઘટના અંગેની જાણ ન હોય તો સમગ્ર મામલે તંત્રની નિષ્ક્રિયતાનો એક પુરાવો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

  • દેશના અનેક શહેરોમાં આઈ લવ મોહંમદના પોસ્ટર લગાવવા સાથે દેખાવો યોજવામાં આવી રહ્યા છે.
  • ઉત્તર પ્રદેશ બાદ મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના રાજ્યોમાં દેખાવકારો રસ્તા પર ઉતર્યા હતા.

દેશમાં ઉત્તર પ્રદેશમાં આઈ લવ મોહંમદના બેનર અંતર્ગત ગુનો દાખલ થયાના આધારે ઈસમોની થયેલી અટકાયતના વિરોધમાં મુસ્લિમ સમાજ દ્વારા દેશના અનેક શહેરોમાં આઈ લવ મોહંમદના પોસ્ટર લગાવવા સાથે દેખાવો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે શહેરના કારેલીબાગ પોલીસ સ્ટેશન નજીક આઈ લવ મોહંમદનું પોસ્ટર લાગ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ઉત્તર પ્રદેશમાં આઈ લવ મોહંમદના પોસ્ટર લગાવવામાં આવતા યોગી સરકાર દ્વારા તે અંગે કાર્યવાહી કરતા ગુનો દાખલ કરવા સાથે આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં આરોપીઓની થયેલી અટકાયત સંદર્ભે દેશના અનેક રાજ્યોમાં તેના પ્રત્યાઘાત પડવાના શરૂ થયા હતા. ઉત્તર પ્રદેશ બાદ મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના રાજ્યોમાં દેખાવકારો રસ્તા પર ઉતર્યા હતા. તો બીજી તરફ ગુજરાતના ગોધરા અને અમદાવાદ શહેરમાં પણ કેટલાક ઠેકાણે આઈ લવ મોહંમદના પોસ્ટર લગાડવામાં આવ્યા હતા.

Advertisement

આ ઘટના બાદ હવે શહેરના કારેલીબાગ વિસ્તારમાં કારેલીબાગ પોલીસ સ્ટેશનની સામેની ગલીના નાકે આઇ લવ મોહંમદના પોસ્ટર લગાડવામાં આવ્યા છે. જો પોલીસ સ્ટેશનની સામે જ આવા બેનર લાગ્યા હોય અને પોલીસને તે ઘટના અંગેની જાણ ન હોય તો સમગ્ર મામલે તંત્રની નિષ્ક્રિયતાનો એક પુરાવો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

Advertisement

Trending

Exit mobile version