Savli

વડોદરા ભાજપમાં આંતરિક વિખવાદ? સાંસદ ડો. હેમાંગ જોષી અને કેતન ઈનામદાર વચ્ચે વાકયુદ્ધ.

Published

on

  • MLA vs અધિકારી: વડોદરાના 5 ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખી અધિકારીઓની મનમાની સામે નોંધાવ્યો વિરોધ.
  • સાંસદનું સ્ટેન્ડ: સાંસદ ડો. હેમાંગ જોષીએ કહ્યું- “અધિકારીઓ સાથે અમારે સારું સંકલન છે, વિષયનો અભ્યાસ કરીશું.”
  • કેતન ઈનામદારનો પલટવાર: “જો અધિકારીઓ ખરેખર હકારાત્મક હોત, તો અમારે મુખ્યમંત્રી સુધી જવું જ ન પડત.”
  • ગંભીર આક્ષેપ: સંકલન સમિતિની બેઠકો માત્ર નામની, પરિણામ ‘શૂન્ય’ આવતું હોવાનો ધારાસભ્યોનો દાવો.

વડોદરામાં વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચેનો ગજગ્રાહ હવે સપાટી પર આવ્યો છે. શૈલેષ મહેતા, કેતન ઈનામદાર, અક્ષય પટેલ, ચૈતન્યસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા – આ પાંચ ધારાસભ્યોએ સામૂહિક રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને ગંભીર આક્ષેપો કર્યા છે કે અધિકારીઓ પોતે જ સરકાર હોય તેવું વર્તન કરી રહ્યા છે.

આ મામલે જ્યારે વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષીને પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે ખૂબ જ સાવચેતીભર્યું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, “અમે દર મહિને સંકલન બેઠકો કરીએ છીએ અને અધિકારીઓ સાથે મળીને પ્રશ્નો ઉકેલીએ છીએ. ધારાસભ્યોએ કયા મુદ્દે પત્ર લખ્યો છે તેની મને વિસ્તૃત જાણકારી નથી. હું આ વિષયનો ઊંડો અભ્યાસ કરીશ અને સાથીઓ સાથે ચર્ચા કર્યા બાદ જ કોઈ ટિપ્પણી કરીશ.”

જોકે, સાંસદના આ નિવેદન બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારે આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે સાંસદનો અનુભવ અલગ હોઈ શકે છે, પરંતુ જમીની હકીકત કંઈક જુદી જ છે.

કેતન ઈનામદારનું નિવેદન:

“અધિકારીઓ એસી ઓફિસોમાં બેસીને ’ગુલાબી ચિત્ર‘ બતાવે છે, પણ પ્રજાના કામો થતા નથી. નર્મદા કેનાલનું મેન્ટેનન્સ ચોમાસામાં નથી થતું અને જ્યારે ખેડૂતને પાણી જોઈએ ત્યારે ટેન્ડર બહાર પાડે છે. જો આ હકારાત્મકતા હોય, તો અમારે મુખ્યમંત્રી પાસે જવાની જરૂર જ શું હતી? અમારી પાસે પુરાવા છે અને અમે તે રજૂ કરવા પણ તૈયાર છીએ.”

🫵હવે જોવાનું એ રહેશે કે મુખ્યમંત્રી કચેરી આ પત્ર બાદ વડોદરાના કલેક્ટર, ડીડીઓ અને અન્ય ઉચ્ચ અધિકારીઓ સામે કેવા પગલાં ભરે છે. શું આ વિવાદ ભાજપના આંતરિક સંગઠન પર અસર કરશે?

Trending

Exit mobile version