Vadodara

23 કિલોમીટરની ઝડપે ફુંકાતા ઠંડાગાર પવન સાથે ઠંડીની તીવ્રતામાં વધારો, ઠંડીની તીવ્રતા વધતા ચહલ પહલ ઘટી

Published

on

ઉત્તર ભારતના પહાડી વિસ્તારમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે ઉત્તરીય પવન કુંકાવાના શરૂ થતા જ શહેરમાં ઠંડીની તીવ્રતામાં વધારો નોંધાયો છે. છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો 15 ડિગ્રી ઉપર સ્થિર રહ્યો છે. જો કે સરેરાશ 23 કિલોમીટરની ઝડપે ફુંકાતા પવનને કારણે ઠંડીની તીવ્રતામાં વધારો નોંધાવા સાથે નગરજનોને દિવસે પણ ગરમ વસ્ત્રો પહેરીને બહાર નીકળવાની ફરજ પડી હતી. હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ સુધી આ પ્રકારનું વાતાવરણ રહેવાની આગાહી જાહેર કરવામાં આવી છે. જ્યારે ચાર દિવસ બાદ તાપમાન ઘટવાની સાથે ઠંડીનું પ્રમાણ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

એરપોર્ટ સ્થિત હવામાન કચેરી તરફથી મળેલી વિગતો અનુસાર શહેરમાં રવિવાર રાતથી સોમવારે દિવસભર 23 કિલોમીટરની સરેરાશ ઝડપે પવન કુંકાતો રહ્યો હતો. જે કે શનિવારની સરખામણીએ લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નોંધાયો ન હતો અને પારો 15 ડિગ્રી ઉપર યથાવત રહ્યો હતો. જો કે પવનની વધુ ગતિના કારણે દિવસનું તાપમાન 0.4 ડિગ્રીના સાધારણ ઘટાડા સાથે 29.04 ડિગ્રી નોંધાયું હતું. દિવસભર ફુંકાયેલા પવનને કારણે સાંજ ઢળતાં જ ઠંડીની તીવ્રતામાં વધારો નોંધાતા રાજમાર્ગો પર સ્વેટર, મફલર, ટોપીની જુગલબંધી જોવા મળી હતી. ઠંડીની તીવ્રતા વધતા ચહલ પહલ પણ ઘટી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version