Vadodara

વડોદરા FRC ઝોનમાં સમિતિના સભ્યોની નિમણૂક ન થતા વાલીઓએ કલેકટર કચેરીમાં જ FRC એકટને શ્રદ્ધાંજલિ આપી રોષ વ્યક્ત કર્યો

Published

on


ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યના ચાર ઝોન અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં 2017માં ફી નિયમન સમિતિની રચના કરવામાં આવી હતી. જેમાં હાલ તો વડોદરામાં ફી રેગ્યુલેટીંગ કમિટી (FRC)માં સમિતિના સભ્યોની અછત છે. તેમ છતાંય FRC ઝોનમાં સમિતિના સભ્યોની નિમણૂક ન થતા વાલીઓમાં રોષ જોવા મળ્યો. જેથી વાલીઓએ FRC એકટને જ શ્રદ્ધાંજલિ આપી રોષ વ્યક્ત કર્યો.

વડોદરા ફી રેગ્યુલેટીંગ કમિટી (FRC)માં સભ્યોની અછત છે અને સભ્યોની નિમણૂક ન થતા ખાનગી શાળા સંચાલકો ઉઘાડી લુંટ ચલાવી રહ્યા હોવાનો વાલીઓએ આક્ષેપ કર્યો છે. સાથે જ આજે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા રેસિડન્ટ એડિશનલ કલેકટરને આવેદન પત્ર આપી આ અંગે રજૂઆત કરવામાં આવી.

આ અંગે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશનના વિનોદ ખુમાણે જણાવ્યું કે, “2017 થી ગુજરાત સરકારે FRC કમિટીની રચના કરી ત્યારબાદ શરૂઆતમાં તો આ ફી નિયમન કાયદો કેટલીક શાળા પર લાગુ પાડ્યા. પરંતુ હવે 2024માં તો જાણેકે આ કાયદો લૂલો, લંડગો, બેહરો, બોબડો બની ગયો છે. સરકારની આના પર કોઈ કમાન નથી. વડોદરામાં FRC સમિતિમાં પૂરતા સભ્યો નથી જેના કારણે ફી માફિયાઓ ઉઘાડી લુંટ ચલાવી રહ્યા છે. જેની સામે સરકાર પણ ચૂપ છે. જેથી આજે અમે વાલીઓએ નક્કી કર્યું કે હવે FRC કમિટીને મરી પરવારી હોવાથી શ્રદ્ધાંજલિ આપી દેવી જોઈએ. જેથી આજે અમે કલેક્ટર કચેરીના પ્રાંગણમાં FRC કમિટીને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે.”


કલેક્ટર કચેરીમાં જ વાલીઓએ FRC એકટને શ્રદ્ધાંજલિ આપી રોષ વ્યક્ત કરવામાં આવ્યો. જ્યાં વાલીઓ દ્વારા FRC એકટના ફોટા પર ફૂલોનો હાર ચડાવી શ્રદ્ધાંજલિ આપવામાં આવી. વડોદરા પેરેન્ટ એસોસિએશન દ્વારા કેટલીયવાર આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. રજૂઆતો કરવા છતાંય નિરાકરણ ન આવતા આખરે આજે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા ફી રેગ્યુલેશન એક્ટ 2017ને શ્રદ્ધાંજલિ આપી વિરોધ દર્શાવવામાં આવ્યો.

Advertisement

Trending

Exit mobile version