Dabhoi
“તિલક વગર કોઇ દેખાય તો ઉંચકીને બહાર કાઢો”, ધારાસભ્યની સાફ વાત
Published
4 months agoon
- નવરાત્રીના પ્રથમ નોરતે દર્ભાવતીના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) દ્વારા ગરબા મેદાન ખાતેથી જાહેરમાં સ્પષ્ટતા કરવામાં આવી
વડોદરા સહિત દેશભરમાં નવરાત્રીની રંગેચંગે ઉજવણી થઇ રહી છે. ત્યારે વડોદરામાં ખાસ કરીને નો તિલક નો એન્ટ્રીનો નિયમ જોવા મળી રહ્યો છે. ત્યારે પ્રથમ નોરતે દર્ભાવતીના ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતા (સોટ્ટા) દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી કે, તિલક વગરનો કોઇ યુવાન દેખાય તો તેને ઉંચકીને બહાર કાઢો. આમ, જ્યાંથી આ નિયમ બનીને રાજ્યભરમાં ફેલાયો છે, ત્યાં તેનું પાલન કરવામાં કોઇ કચાશ રાખવામાં નહી આવતી હોવાનું આ કિસ્સા પરથી જાણવા મળી રહ્યું છે.
વડોદરાના ગરબા વિશ્વામાં વિખ્યાત છે. થોડાક વર્ષે પહેલા વડોદરા ગ્રામ્યમાં આવતા દર્ભાવતી (ડભોઇ) ના ધારાસભ્ય શૈલેષ સોટ્ટા દ્વારા ગરબાના મેદાનમાં નો તિલક, નો એન્ટ્રીનો નિયમ લાગુ કરવામાં આવ્યો હતો. જોત જોતામાં આ નિયમ રાજ્યભરમાં આવકારી તેનું અનુસરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે જ્યાં આ નિયમ બન્યો ત્યાં તેનું પાલન કરાવવામાં હજી પણ કોઇ કચાશ આયોજકો અને પ્રેરક દ્વારા કરવામાં આવતી નથી. જેનું ઉદાહરણ તાજેતરમાં સામે આવવા પામ્યું છે.
ગતરોજ નવરાત્રીનું પહેલું નોરતું હતું. પહેલા નોરતામાં ડભોઇના સૌથી મોટા ગરબાના આયોજનનમાં ધારાસભ્ય શૈલેષ સોટ્ટા હાજર હતા. જ્યાં તમામ વચ્ચે તેમણે બેબાક રીતે જણાવ્યું કે, તિલક વગરનો કોઇ યુવાન દેખાય તો તેને ઉંચકીને બહાર કાઢો. અહિંયાથી નિયમ બન્યો હોય અને જેને આખું ગુજરાત માન આપતું હોય, તેને નિયમ બનાવનારાઓ જ માન ના આપે તો કેવી રીતે ચાલશે.
You may like
-
નિયમોનું છડેચોક ઉલ્લંઘન: રેલવે પ્લેટફોર્મ પરની શોપમાં લખેલી નોંધ માત્ર ‘સુવાક્ય’ બની
-
આવાસ યોજનાના ફોર્મ મેળવવા માટે ધક્કા ખવડાવતું તંત્ર
-
મધ્યગુજરાતમાં વડોદરામાં મેડીસીટી જેવી સુવિધાઓ તૈયાર કરાશે – આરોગ્ય મંત્રી
-
તાંદલજાના આતીફ નગર, રેહમત નગર, ખુશ્બૂ નગરના 500 જેટલા ઘરોમાં પાણી- સુવિધાનો અભાવ
-
તડીપાર હોવા છતાંય ચેઇન સ્નેચિંગ અને ઘરફોડ ચોરીને અંજામ આપનાર સિકલીગર ગેંગના આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો
-
નકલી પોલીસ બની હનીટ્રેપમાં ફસાવી તોડ કરનાર મહિલા સહિત 5 પકડાયા