વડોદરા શહેરમાં વર્ષ 2021 ના સપ્ટેમ્બર મહિના માં બનેલ હાઈ પ્રોફાઈલ રેપ કેસમાં યુવતીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં સી.એ. અશોક જૈન અને પાવાગઢના પૂર્વ ટ્રસ્ટી રાજુ ભટ્ટે દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપો કરતા સનસનાટી મચી ગઇ હતી. જે તે સમયે ફરિયાદીના અને આરોપી અશોક જૈન તથા રાજુ ભટ્ટ સાથેના અશ્લિલ વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયા હતા. સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થતાં સમગ્ર શહેરમાં આ બનાવે ભારે ચકચાર જગાવી મૂકી હતી.
સપ્ટેમ્બર-2021માં બનેલા આ બનાવમાં હરિયાણાની યુવતી સાથે થયેલા કથિત બળાત્કારના કેસમાં ખૂદ ફરિયાદીએ કોર્ટમાં નિવેદન આપ્યું હતું કે, આરોપી અશોક જૈન અને રાજુ ભટ્ટે મારી સાથે દુષ્કર્મ કર્યું નથી. આ નિવેદન બાદ હાલમાં જેલમાં દિવસો પસાર કરી રહેલા આ કેસના આરોપી પાવાગઢના પૂર્વ ટ્રસ્ટી રાજુ ભટ્ટે તેઓના ધારાશાસ્ત્રી મારફતે જામીન અરજી મૂકી હતી પરંતુ જમીન અરજી નામજુર થતા હાલ પણ રાજુ ભટ્ટ જેલમાં છે
હાઇપ્રોફાઇલ દુષ્કર્મ કેસમાં આરોપી અશોક જૈન વકીલ હિતેશ ગુપ્તાએ જણાવ્યું હતું કે આ કેસમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા આરોપી અશોક જૈન અને રાજુ ભટ્ટ વિરુદ્ધનો કેસ રદ્દ કરી સમગ્ર ફરિયાદ ક્વોશ કરવાની સાથે રાજુ ભટ્ટને જેલ મુક્ત કરવાનો આજરોજ આદેશ કર્યો છે અને આરોપી રાજુ ભટ્ટ ની સપ્ટેમ્બર 2021 માં ધરપકડ થતાં તે ત્યાર થી જેલમાં છે જે હવે જેલમુક્ત થશે જોકે ફરિયાદી હોસ્ટાઇલ થયા બાદ પણ સરકારી વકીલ દ્વારા આરોપી રાજુ ભટ્ટની જામીન અરજીનો વિરોધ કરતા સેશન્સ કોર્ટે જામીન નકાર્યા હતા જે બાદ આરોપીઓએ નામદાર હાઇકોર્ટમાં અરજી કરેલી જે આજે હાઇકોર્ટ દ્વારા મંજૂર કરતા આરોપીઓને મોટી રાહત આપી છે