- બાતમી મળતા જ ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી. ઘટના સ્થળે બાતમીથી મળતો શખ્સ જણાતા તેની અટકાયત કરાઇ
વડોદરા પોલીસની પ્રિવેન્શન ઓફ ક્રાઇમબ્રાન્ચ ની ટીમો દ્વારા પ્રોહીબીશન, જુગાર તથા અન્ય ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ નાબુદ કરવા માટે સતત વોચ લાખવામાં આવતી હોય છે. તાજેતરમાં પીસીબીના હેડ કોન્સ્ટેબલને બાતમી મળી કે, મુળ બોરખેડા, દાહોદને રમેશભાઇ માળી હાલમાં નિઝામપુરા વિસ્તારમાં આવેલા મહેસાણા સર્કલ પાસેના ફૂટપાથ પર ઇંગ્લીશ દારૂનું વેચાણ કરી રહ્યો છે. અને તેણે બાકીનો જથ્થો અવાવરૂ જગ્યાએ સંતાડીને રાખ્યો છે.
બાતમી મળતા જ ટીમ તુરંત ઘટના સ્થળે રેડ કરવા પહોંચી હતી. ઘટના સ્થળે બાતમીથી મળતો આવતો શખ્સ જણાતા તેની અટકાયત કરવામાં આવી હતી. અને તેની ફતેગંજ પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટ અંતર્ગતનો ગુનો નોંધવામાં આવ્યો છે.
ઉપરોક્ત કાર્યવાહીમાં નરેશભાઇ રમેશભાઇ માવી (રહે. બોરખેડા, લબાના ફળિયુ, દાહોદ) ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે કપિલ અને ઇરફાન રાઠોડને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સાથે જ રૂ. 63 હજારથી કિંમતા વિદેશી દારૂ મળીને કુલ રૂ. 73 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. પીસીબીની કાર્યવાહીને પગલે સ્થાનિક ફતેગંજ પોલીસ ઉંઘતી ઝડપાઇ છે.