Vadodara

વડોદરા રેલવે સ્ટેશન બહારથી ટ્રોલી બેગમાં વિદેશી દારૂની હેરાફેરી પકડાઈ: મધ્યપ્રદેશના બે બુટલેગર પોલીસ સળિયા પાછળ

Published

on

વડોદરા શહેરમાં પ્રોહીબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ નેસ્તનાબૂદ કરવા માટે પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, અધિક પોલીસ કમિશનર ડૉ. સુધીર દેસાઈ, ડી.સી.પી. જગદીશ ચાવડા અને એ.સી.પી. ડી.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ સયાજીગંજ પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.જે. પંડ્યાની સૂચના મુજબ પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી. આ દરમિયાન સયાજીગંજ પોલીસ દ્વારા રેલવે સ્ટેશન પાસેથી ટ્રોલી બેગમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે.

ઘટનાની વિગતો મુજબ, સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.કે. રાઠોડ અને ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો મુકેશકુમાર કેસરભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે બે ઇસમો પૈકી એક શખ્સે સફેદ શર્ટ અને કાળા રંગનું પેન્ટ પહેરેલ છે અને તેના હાથમાં ચીકણી કલરની ટ્રોલી બેગ છે, જ્યારે બીજા શખ્સે કાળી ટી-શર્ટ અને ભુરા રંગનું જીન્સ પેન્ટ પહેરેલ છે અને તેના હાથમાં ગ્રીન કલરની ટ્રોલી બેગ છે. આ બંને ટ્રોલી બેગમાં ઇંગ્લિશ દારૂ ભરેલો છે અને તેઓ રેલવે સ્ટેશન ઇનગેટની બહાર કોઈની રાહ જોઈને ઊભા છે.

આ બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી બંને ઇસમોને ઝડપી પાડ્યા હતા. તેમની પાસે રહેલી બેગની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની વિવિધ પ્રીમિયમ બ્રાન્ડ્સની બોટલો મળી આવી હતી.

🚨જપ્ત કરાયેલા મુદ્દામાલની વિગત:

1. 750 મિ.લી. ની ‘Johnnie Walker Black Label’ બોટલ નંગ – 12 (કિંમત રૂ. 35,808/-)

2. 750 મિ.લી. ની ‘Chivas Regal’ બોટલ નંગ – 06 (કિંમત રૂ. 17,904/-)

3. 750 મિ.લી. ની ‘Ballantines Finest’ બોટલ નંગ – 04 (કિંમત રૂ. 5,988/-)

4. 750 મિ.લી. ની ‘Johnnie Walker Red Label’ બોટલ નંગ – 06 (કિંમત રૂ. 8,982/-)

5. 750 મિ.લી. ની ‘The Glenlivet 12 Single Malt’ બોટલ નંગ – 06 (કિંમત રૂ. 32,814/-)

6. 700 મિ.લી. ની ‘Hendrick’s Gin’ બોટલ નંગ – 06 (કિંમત રૂ. 21,000/-)

7. રેડમી કંપનીનો મોબાઈલ ફોન (કિંમત રૂ. 5,000/-)

8. રિયલમી કંપનીનો મોબાઈલ ફોન (કિંમત રૂ. 6,000/-)

9. બે ટ્રોલી બેગ (કિંમત રૂ. 400/-)

👉કુલ મુદ્દામાલ કિંમત રૂ. 1,33,796/-

👮પકડાયેલા આરોપીઓના નામ અને સરનામા:

1. બલવીર રામપ્રકાશ જાટવ (ઉ.વ. 37, રહે. ભીડોસા ગામ, અમ્બાહ સોનિયા પોલીસ સ્ટેશન, મુરેના, મધ્યપ્રદેશ)

2. આશીક બલવીરવસિંહ જાટવ (ઉ.વ. 22, રહે. ઝીલકાપુરા જોહા ગામ, અમ્બાહ, મુરેના, મધ્યપ્રદેશ)

આ પ્રકરણે સયાજીગંજ પોલીસ સ્ટેશન ખાતે પ્રોહીબિશન એક્ટની કલમ 65 (ઇ), 166 (ખ), 81 મુજબ ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Trending

Exit mobile version