Connect with us

Vadodara

પાવાગઢ ખાતે રોપ-વે ની મેન્ટેનન્સ કામગીરીના પગલે તા. 7 ઓગસ્ટ થી 11મી ઓગસ્ટ સુધી રોપ-વે સુવિધા બંધ રહેશે

Published

on

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આવેલી રોપ-વે સુવિધાનું વર્ષના મધ્યમાં મેન્ટેનન્સના પગલે આગામી તા. 7 ઓગસ્ટ થી 11મી ઓગસ્ટ 2023 સુધી બંધ રાખવામાં આવનાર છે. આ અંગે પાવાગઢ યાત્રાધામ ખાતે રોપ વે ચલાવતી ઉષા બ્રેકો કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે. પાવાગઢ યાત્રાધામ આવનારા તમામ યાત્રાળુઓએ આ સમય ગાળા દરમિયાન માચીથી માતાજીના મંદિર સુધી પગપાળા યાત્રા કરવી પડશે.

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે માતાજીના મંદિરે રોજના હજારો માઈ ભક્તો દર્શન કરવા આવતા હોય છે. રોપ વે ચલાવતી ઉષા બ્રેકો કંપની દ્વારા દર વર્ષેના મધ્યમાં મેન્ટેનન્સ ની કામગીરી કરવામાં આવતી હોય છે. ત્યારે ઓગસ્ટ મહિનાની તા. 7 થી 11 સુધી મેન્ટેનન્સ માટે રોપ સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેન્ટેનન્સની કામગીરી પૂર્ણ થયા બાદ 12મી ઓગસ્ટ 2023 ના રોજ રોપ વે સેવા રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે.

Advertisement

Trending