ફડચામાં ગયેલી સરકારી ટેલિકોમ કંપની BSNLના કર્મચારીઓએ આજે તેઓની વિવિધ માંગણી સાથે માનવ સાંકળ રચીને વિરોધ પ્રદર્શન કર્યા હતા. સાથે સાથે BSNLને પુનર્જીવિત કરવા 4G અને 5G નેટવર્ક શરૂ કરવાની માંગણી કરવામાં આવી હતી.
દેશમાં છેલ્લા એક દાયકાથી નામશેષ થયેલી ભારત સરકારની આગવી ટેલિકોમ કંપની BSNLના કર્મચારીઓના સંયુક્ત ફોરમ દ્વારા આજે કારેલીબાગ GMTT ઓફિસ ખાતે માનવ સાંકળ રચીને કર્મચારીઓના વિવિધ પ્રશ્નો અંગે દેખાવો કરવામાં આવ્યો હતો. ત્રીજી પગાર સુધારણા,કર્મચારીઓ માટે નવી પ્રોમોશન પોલિસી, BSNL નેટવર્કને 5G સાથે અદ્યતન કરવા જેવી મુખ્ય માંગણીઓ સાથે 150 જેટલા કર્મચારીઓ દેખાવમાં જોડાયા હતા. વિવિધ પોસ્ટર અને પ્લેકાર્ડ સાથે કર્મચારીઓએ વિરોધ પ્રદર્શન કર્યો હતો. સાથે સાથે માનવસાંકળ રચીને દેખાવ પ્રદર્શન કર્યું હતું.