વડોઠરા શહેરમાં માથાના દુખાવા સમાન બનેલા મંગળબજાર -લહેરીપુરાના ગેરકાયદે દબાણો કોઈ પણ રીતે દૂર થઈ શકે એમ નથી જ્યારે બીજી બાજુ હાલમાં દિવાળીના તહેવારો હોવાથી તંત્ર સહિત ગેરકાયદે દબાણ કરનારા દ્વારા રોડ રસ્તા ખુલ્લા રાખીને વેપાર ધંધો કરવા વચલો માર્ગ સૌએ અપનાવ્યો છે જેથી કરીને મંગળબજારના ગેરકાયદે દબાણ કરીને વેપાર ધંધો કરનારામાં ખુશી છવાઈ છે. હાલમાં દિવાળી નવા વર્ષના તહેવારોને હવે ગણતરીના દિવસો બાકી હોવાથી ગેરકાયદે લારી ગલ્લા પથારાવાળાઓ કોઈપણ જાતની ચિંતા વગર વેપાર ધંધો કરી શકશે.
અત્રે ઉલ્લેખનીય છે કે મંગળ બજાર લહેરીપુરા વિસ્તારમાં ગેરકાયદે લારી ગલ્લા પથારાવાળાઓના દબાણો માથાના દુખાવા સમાન છે આ દબાણોને કોઈપણ રીતે આ જગ્યાએથી ખસી શકે એમ નથી. જેમાં મોટું રાજકારણ અને હપ્તાખોરી ચાલતી હોવાની શક્યતા નકારી રાકાતી નથી. આ લારી ગલ્લા પથારાવાળાના ગેરકાયદે દબાણોના કારણે રાહદારીઓને ચાલવાની પણ જગ્યા રહેતી નથી.
ત્યારે પછી વાહન ચલાવવાની તો વાત બાજુ પર રહી. આ અંગે પાલિકા તંત્ર અને પોલીસ તંત્ર દ્વારા વારંવાર કાર્યવાહી કરવામાં આવે છે અને ગેરકાયદે દબાણો હટાવવામાં આવે છે. પરંતુ ટીમ આવે તેની જાણ થતા જ દબાણ કરનારાઓ પોતપોતાનો ધંધો સમેટી લેતા હોય છે. પરંતુ દબાણ શાખાની ટીમ જતા જ પાછો વેપાર ધંધો રારૂ કરી દેતા હોય છે.
જેથી પથારાવાળા અને તંત્રની ટીમ વચ્ચે છુપાછુપીની રમત રમાયા કરે છે. આવી જ રીતે વિસ્તારમાં આવેલી દુકાનોના લટકણીયા પણ બંને બાજુએ લટકતા રાહદારીઓના માથા પર ભટકાતા હોય છે. જેથી આ વિસ્તારમાં ચાલવાની કોઈ જગ્યા બાકી રહેતી નથી ધક્કા મૂકડી કરીને આ વિસ્તારમાંથી પસાર થવું પડે છે. થોડા દિવસ અગાઉ આ વિસ્તારમાં પાલિકાની દબાણ શાખાની ટીમ સતત બે થી ત્રણ દિવસ સુધી ત્રાટકી હતી અને વારંવાર દબાણો ६२ કરતી હતી.
ઉપરાંત દબાણ શાખાની ટીમે પેટ્રોલિંગ પણ શરૂ કર્યું હતું. પરંતુ હાલમાં દિવાળી નવા વર્ષના તહેવારો હોવાથી કોઈના તહેવારો બગડે નહિ એવા ઈરાદે તંત્રની ટીમે વચલો રસ્તો શોધી કાઢ્યો હતો અને તમામ દબાણ કરનારાઓને રાહદારીઓ સહિત વાહન ચાલકોને કોઈ મુશ્કેલી ન પડે એવી રીતે વેપાર ધંધો કરવા દિવાળી નવા વર્ષ પૂર્વેના દિવસોમાં વેપાર ધંધો કરી શકશે.